આજે અમે તમને ગુજરાતમાં આવેલા એક ચમત્કારી ઝંડ હનુમાન મંદિર વિશે જણાવિશું. મંદિરમાં હનુમાનદાદાની 21 ફૂટ ઊંચી મૂર્તિ આવેલી છે અને કહેવામાં આવે છે કે આ મૂર્તિની સ્થાપના ભીમ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિર પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા માં આવેલું છે. મંદિરમાં ભીમની ઘંટી અને તે સમયનો કુવો પણ આવેલો છે.
પાંડવો એકવાર પોતાના વનવાસ દરમ્યાન આ વનમાં રોકાયા હતા અને એ સમયે હનુમાન દાદા એ દુર્બળ વાનરનું રૂપ ધારણ કર્યું હતું અને ભીમ નો રસ્તો તેમના પુંછડા વડે રોક્યો હતો.ભીમે પૂંછડું પકડીને તેને બાજુમાં કરવાની કોશિશ કરી પણ તે નિષ્ફળ રહ્યા અને આ પછી હનુમાનદાદા પોતાના સ્વરૂપમાં આવ્યા અને તેમને કહ્યું કે કોઈ પણ માણસ ને સામાન્ય સમજવાની કોશિશ ન કરવી.
હનુમાન દાદા એ કહ્યું કે જે દેખાય એ સત્ય નથી હોતું. આમ કહીને હનુમાન દાદા એ ભીમ ના બળનું અભિમાન ઉતાર્યું હતું. આ પછી આ જગ્યાએ હનુમાનદાદાની 21 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરી હતી. આ જગ્યાએ અર્જુને તીર મારીને પાણી કાઢ્યું હતું અને તે કૂવો આજે પણ આ જગ્યાએ હાજર છે. અહીં આવતા ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. માટે દૂર-દૂરથી લોકો અહીં માનતા માનવા આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.