મુસ્લિમ વેશ ધારણ કરી SOGએ 1 કરોડના ડ્રગ્સકાંડના આરોપીની કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

Surat Crime News: સુરત શહેરમાં અઠવાડિયા પહેલા લાલગેટથી SOGએ 1 કરોડનું એમડી ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. તે મુખ્ય આરોપીને પકડવા માટે SOGએ (Surat Crime News) 1800 કિમી સુધી તેનો પીછો કરી પોતે મુસ્લિમ વેશ ધારણ કરીને યુપીની દરગાહની બહાર વોચ ગોઠવી ડ્રગ્સ માફીયા મોહંમદ કાસીફ ઈકબાલ ઉર્ફે પસીના શેખ ઉમર 30 વર્ષ છે.

(રહેવાસી.રામપુરા, મૂળ રહે.કસાઇન, ઉન્નાવ, યુપી)થી પકડવામાં આવ્યો છે. તેને મુંબઈથી 1 કરોડનું ડ્રગ્સ મંગાવ્યું હતું. હજુ તેનો સાગરિત શહેબાઝ ઈર્શાદ હુસૈન ખાન હજુ વોન્ટેડ છે. કાસીફ મુંબઈના સાયણ અને નાલાસોપારાથી MD ડ્રગ્સ માણસો મારફતે મંગાવતો હતો. પોલીસથી બચવા કાસીફ મુંબઇથી યુપી ભાગી ગયો હતો.

રસુલાબાદમાં રોકાયો પછી તે ઉન્નાવ બારાબાંકીમાં દેવા શરીફની દરગાહ ગયો હતો. આથી SOGએ મુસ્લિમ પહેરવેશ ધારણ કરી ત્યાં વોચ ગોઠવી હતી. મોડીરાતે સૂતા 400 લોકોમાંથી શોધી કાઢ્યો હતો. કોઇ ન ઓળખે માટે કાસીફે વાળ, દાઢી અને મૂછ કઢાવી નાખી છે. તારીખ 29મી એપ્રિલે લાલગેટના લાલમીયા મસ્જિદ નજીક મદ્રેસા પાસે બે ડ્રગ્સ માફીયા એમડીનો મોટો જથ્થો લઈ આવતા હોવાની માહિતી SOGને મળી હતી. બંને આરોપીને પકડવા જતા બાઇક અને મોપેડ મુકી લેપટોપની બેગ રોડ પર ફેંકી શેરીમાં ભાગી ગયો હતા. બેગમાં પોલીસે ચેક કરતા તેમાંથી 1 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

યુએઈ-દુબઈ, મુંબઈમાં 12ને કોલ કર્યા હતા
ડ્રગ્સ માફીયા કાસીફનો ફોન પોલીસે ઝપ્ત કરી લીધો છે. તેના 12 વોટ્સએપ કોલ મળી આવ્યા છે. જેમાં તેણે યુએઈ અને દુબઈમાં કોલ કર્યાનું સામે આવી રહ્યું છે. આવનાર દિવસમાં આ નંબરના ધારકોને બોલાવી પૂછપરછ કરવામાં આવશે. પહેલા આરોપીના પિતા ઇકબાલ અને ભાઇ આસીફ દારૂ અને હથિયાર સાથે પકડાયા હતા. અઠવાડિયા પૂર્વે તેના ભાઇને પાસા હેઠળ જેલમાં ધકેલાયો આવ્યો હતો.