ગુજરાતમાં 1 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું? ક્યાં એક્સ આર્મી મેનના નામે કોઈ બીજુ વોટિંગ કરી ગયું?

Voting turnout Gujarat at 1 PM: ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. મતદાન શરુ થયાના છ કલાક બાદ એટલે કે 1 વાગ્યે રાજ્યમાં સરેરાશ 37.83 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 45.89 અને સૌથી ઓછું પોરબંદરમાં 30.80 ટકા વોટિંગ નોંધાયું છે. બારડોલી 41.67 ટકા, વલસાડમાં 45.34, નવસારી 38.10 ટકા મતદાન નોંધાયું છે.

રણજીતસિંહ જાડેજા, એક્સ આર્મીમેન નામના મતદાર જયારે માધાપર જુનાવાસની કન્યા શાળામાં વોટ આપવા પહોંચ્યા ત્યારે ખબર પડી કે તેમના નામ પર કોઈ અન્ય વોટ કરી ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

Voting turnout Gujarat at 1 PM

ક્ષત્રીય આંદોલનની અસર સૌરાષ્ટ્રમાં દેખાઈ રહી છે. ધ્રોલ પાસે આવેલા વાગુદળ ગામે મતદાન બહિષ્કાર કરવામાં આવ્યો હતો. 11 વાગ્યા સુધી રાજભા નામના ક્ષત્રિય યુવાને વોટિંગ બંધ રખાવ્યું હતું. પરંતુ હાલ ગામવાસીએ સમજાવતા આખું ગામ એકત્ર કરી અને મતદાન કરવા અપીલ કરી અને સૌ કોઈ ક્ષત્રિય સમાજના લોકો હવે મતદાન કરવા બુથ પર પહોંચી ગયા હતા અને મતદાન કર્યું હતું.

કિન્નર સમાજે કર્યું સામુહિક મતદાન

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)