ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની ગઈકાલે 69મી પુણ્યતિથિ ઉજવાઈ. પુણ્યતિથી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે સરદાર પટેલે દેશની સેવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વડા પ્રધાને કહ્યું કે, તેમણે રાષ્ટ્ર માટે કરેલી સેવામાંથી પ્રેરણા લેવાનું ચાલુ રાખીશું. જણાવી દઈએ, દેશની આઝાદી પછી સરદાર પટેલ પ્રથમ નાયબ વડા પ્રધાન, ગૃહ પ્રધાન હતા. સરદાર પટેલને લોહ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે.
સરદાર પટેલની પુણ્ય તિથી નિમિત્તે સુરતના અત્યાધુનિક કતારગામ પોલીસ સ્ટેશન ખાતે કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી બી ડી ગોહિલ અને નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો ધીરૂ માંડવીયા, ભાવેશ ઠુમ્મર સહીત પોલીસકર્મીશ્રીઓએ સરદારની પ્રતિમાને સુત્તરની આંટી અર્પીને ભાવાંજલિ આપી હતી. ગતરોજ ઉપરાષ્ટ્રપતિશ્રીએ ગુજરાત પોલીસને પોલીસ નિશાન મળવા બદલ પોલીસ અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ગુજરાતમાં જન્મેલા સરદાર વલ્લભભાઇ પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન અને પ્રથમ નાયબ વડા પ્રધાન હતા. તેમણે મહાત્મા ગાંધી સાથે ભારતની આઝાદીની લડતમાં મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો. ભારતને એક કરવા માટે તેમનું યોગદાન મહત્વનું છે. 15 ડિસેમ્બર 1950ના રોજ તેમનું અવસાન થયું હતું.
આઝાદી પછીના ભાગલા વખતે સરદાર પટેલે ભારતીય રજવાડાઓને મર્જ કરવાનું કામ કર્યું હતું. પટેલનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો, પરંતુ પાછળથી તેમણે લંડનમાં બેરિસ્ટર તરીકે અભ્યાસ કર્યો હતો અને ભારત પરત ફરી સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. તેમના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
દેશની આઝાદી સમયે ૫૬૫ રજવાડાઓનું વિલીનીકરણ એક રાષ્ટ્રમાં કરનાર અને દેશના હિંદુ મુસ્લિમ કોઈપણ અન્ય ફાસ્ટીસ્ટનો વિરોધ કરીને રાષ્ટ્રની એકતા અને અખંડીતતા માટે સમર્પિત સરદાર વલ્લભભાઈ પટેલની સાચી પ્રતિભા ઇતિહાસમાં કંડારાયેલી છે. સરદાર સાહેબની એ દ્રઢ માન્યતા હતી કે, “ધર્મ કે જાતિને રાજકીય હથિયાર તરીકે વપરાય નહીં.”