નશામાં ધુત બોલીવુડની આ અભિનેત્રીએ રાહદારીઓ પર ચડાવી દીધી કાર, પોલીસ સામે પણ ભાંડી ગાળો

હાલમાં જ એક સમાચાર સામે આવ્યા છે જેમાં ફેમસ અભિનેત્રી કાવ્યા થાપરની(Kavya Thapar) જુહુ પોલીસે ધરપકડ કરી છે. મળેલી માહિતી મુજબ તેના પર નશાની હાલતમાં…

હાલમાં જ એક સમાચાર સામે આવ્યા છે જેમાં ફેમસ અભિનેત્રી કાવ્યા થાપરની(Kavya Thapar) જુહુ પોલીસે ધરપકડ કરી છે. મળેલી માહિતી મુજબ તેના પર નશાની હાલતમાં કાર ચલાવવાનો અને વ્યક્તિને ઠોકર મારવાનો આરોપ છે. ત્યારબાદ જ્યારે પોલીસે આ એક્ટ્રેસને(Actress) રોકી તો તેણે પોલીસ સાથે પણ હાથાપાઈ કરી અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો તેવું જાણવા મળ્યું છે. એક રીપોર્ટ અનુસાર હાલ તેને ન્યાયિક કસ્ટડીમાં(Judicial custody) મોકલી દેવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Kavya Thapar (@kavyathapar20)

મળતી માહિતી અનુસાર કાવ્યા થાપરનો જન્મ 20 ઓગસ્ટ 1995ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. તેણે બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તેણે ઠાકુર કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. કાવ્યા એ મુખ્યત્વે સાઉથની ફિલ્મોમાં જોવા મળે છે.

હાલમાં જ કાવ્યા પહેલીવાર હિન્દી શોર્ટ ફિલ્મ તત્કાલમાં જોવા મળી હતી. આ સિવાય તેણે પતંજલિ, મેક માય ટ્રિપ જેવી ઘણી મોટી બ્રાન્ડ માટે જાહેરાત કરી છે. તેણીની પ્રથમ તેલુગુ ફિલ્મ Ee Maaya Peremito હતી જે 2018 માં રિલીઝ થઈ હતી. કાવ્યા તેના હોટ ફોટોશૂટ માટે જાણીતી છે. તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Kavya Thapar (@kavyathapar20)

પરંતુ હાલમાં જ આ એક્ટ્રેસની પોલીસે ધરપકડ કરી હોવાનું જણાયું છે. કારણ જણાવતા પોલીસે કહ્યું હતું કે, આ એક્ટ્રેસ નશામાં ધુત હતી તે ઉપરાંત કાર ચલાવી રહી હતી અને વ્યક્તિને ઠોકર પણ મારી હતી. એટલું જ નહિ આ સિવાય જયારે પોલીસે તેને રોકી તો કાવ્યા પોલીસ સાથે પણ અસભ્ય વર્તન કર્યું હતું તેમજ હાથાપાઈ પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *