સામાન્ય જનતાને મળી બેવડી રાહત! કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ પેટ્રોલ-ડીઝલમાં કર્યો મોટો ઘટાડો

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી(Reduction in petrol-diesel)માં ઘટાડો કર્યા બાદ હવે રાજસ્થાન અને કેરળ સરકારે પણ વેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. બંને રાજ્ય સરકારના આ નિર્ણયથી જનતાને બેવડી રાહત મળવાની છે.

રાજસ્થાન સરકારે લોકોને રાહત આપી
રાજસ્થાન સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ પેટ્રોલ પર વેલ્યુ એડેડ ટેક્સ (VAT) પ્રતિ લિટર રૂ. 2.48 અને ડીઝલ પર રૂ. 1.16 પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટર પર લખ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે રાજ્ય સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.48 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 1.16નો વેટ ઘટાડશે. રાજ્યમાં પેટ્રોલ રૂ. 10.48 અને ડીઝલ રૂ. 7.16 પ્રતિ લીટર સસ્તું થશે.

કેરળ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો:
બીજી તરફ કેરળ સરકારે પણ પેટ્રોલ પર 2.41 રૂપિયા અને ડીઝલ પર 1.36 રૂપિયાની રાહતની જાહેરાત કરી છે, જેનાથી રાજ્યની જનતાને મોટી રાહત મળવા જઈ રહી છે.

કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય:
કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ પગલાથી પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 9.5 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે.

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડી આપવાની જાહેરાત
આ સિવાય કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત યોજનાના લગભગ નવ કરોડ લાભાર્થીઓને 12 સિલિન્ડર સુધીની સબસિડી આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે ઉજ્જવલા યોજનાએ કરોડો ભારતીયોને, ખાસ કરીને મહિલાઓને મદદ કરી છે. ઉજ્જવલા યોજના માટે સબસિડી આપવાના નિર્ણયથી લાભાર્થીઓના બજેટમાં ઘણી રાહત થશે. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર માટે સામાન્ય જનતા પ્રાથમિકતા છે. એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના આજના નિર્ણયની વિવિધ ક્ષેત્રો પર હકારાત્મક અસર થશે. તેમજ આપણા નાગરિકોને પણ રાહત મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *