આ લાલ દાણા ઘરની તિજોરીમાં રાખી દો, માં લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે અને ધનના ભરાશે ભંડાર

Chanothi Vastu Tips: ચણોઠી એક વૃક્ષનાં બીજ છે, જેને ઘણાં નામથી ઓળખવામાં આવે છે. કેટલાક લોકો તેને ચિરમિટી ચૌટાલી તથા રત્તીના નામથી ઓળખે છે. તેની જડ દીર્ઘજીવી હોય છે. માર્ચના મહિના પછી તેની લતા સુકાવા લાગે છે અને મે-જૂન મહિનામાં તેની લતા એકદમ સુકાઈ (Chanothi Vastu Tips) જાય છે, પરંતુ વરસાદ આવતાની સાથે જ વૃક્ષમાં હરિયાળી છવાઈ જાય છે. તેની જડમાં અંકુર ફૂટે છે અને ઓગસ્ટ મહિના સુધીમાં તેની લતા જવાનીમાં આવી જાય છે અને આસપાસના ક્ષેત્રનાં ઝાડ ઉપર ચઢી જાય છે. ચણોઠીના વૃક્ષનાં પાન આંબલી જેવાં હોય છે.

ઓક્ટોબર અને ડિસેમ્બરના મહિનામાં લતા ફૂલોથી ભરાઈ જાય છે. ફેબ્રુઆરી અને માર્ચના મહિના સુધીમાં ફૂલો ખરીને નીચે પડી જાય છે અને જમીન ઉપર લાલ અને કાળા રંગની ચણોઠી દેખાઈ આવે છે. ચણોઠીની બે જાતિઓ હોય છે. એક લાલ ચણોઠી ને બીજી સફેદ ચણોઠી જેમાં લાલ ચણોઠી વધારે પ્રમાણમાં મળે છે. જ્યારે સફેદ ચણોઠી ખૂબ જ મુશ્કેલીથી મળે છે, પરંતુ તાંત્રિક પ્રયોગોમાં બંનેની આવશ્યક્તા પડે છે. સફેદ ચણોઠીને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેમ છતાં લાલ ચણોઠીનું મહત્ત્વ પણ ઓછું નથી. સફેદ ચણોઠીના સ્થાને લાલ ચણોઠીથી જ કામ ચલાવવું પડે છે.

કેટલાક હિન્દુ પરિવારોમાં લગ્નના સમયે વરને લાલ ચણોઠીની બંગડી પહેરાવવામાં આવે છે. એક તાંત્રિક પ્રયોગ અનુસાર તેના પહેરવાથી નજર નથી લાગતી અને દાંપત્યજીવન સુખમય રીતે પસાર થાય છે. આદિવાસી જાતિની મહિલાઓ તેને માળાના રૂપમાં ગળામાં પહેરે છે. ભગવાન કૃષ્ણ પણ ચણોઠીની માળાનો જ ઉપયોગ કરતા હતા. કારણ ગમે તે હોય તો પણ લાલ ચણોઠીનું મહત્ત્વ તાંત્રિક ગ્રંથોમાં વિશેષ છે. લાલ ચણોઠીમાં ઔષધીય ગુણ પણ હોય છે. તેમાં અમૃત તથા વિષ બંને ગુણ હોય છે.

ચણોઠીનો તાંત્રિક પ્રયોગ
એક દિવસ પહેલાં ચણોઠીની જડને નિમંત્રણ આપવું અને કહેવું કે, ‘હે દિવ્ય ઔષધી! સમસ્ત જગતનો ઉદ્ધાર કરનારી જડીબુટ્ટી હું તને કાલે લેવા આવીશ, તારે પોતાના દિવ્ય ગુણોની સાથે મારી સાથે આવવું પડશે.’ આમ કહીને બીજા દિવસે પ્રાતઃકાળે કોઈ પણ રોકટોક વિના એક જ ઝાટકે આની જડને ઉખાડી લેવી. તેને લાલ રંગના કાપડમાં લપેટીને પોતાની પાસે રાખવી. આ ખૂબ જ કામની વસ્તુ છે. જો આ જડને કોઈ વિશેષ મુહૂર્તમાં ઉખાડવામાં આવે તો વિશેષ લાભકારી સિદ્ધ થાય છે. શાસ્ત્રોમાં તેને ઉખાડવાના કે લાવવા માટેના વિશેષ મુહૂર્તનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે.

ચણોઠીને પોતાની પાસે રાખીને કોર્ટ-કચેરીમાં અથવા ઉચ્ચ અધિકારી સમક્ષ જવાથી પોતાનું કાર્ય સિદ્ધ થાય છે અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. તેને ચંદનની જેમ મસ્તક પર લગાડવામાં આવે તો જે જુએ તે વશીભૂત થઈ જાય છે.

પુત્રપ્રાપ્તિ પ્રયોગ
રવિ પુષ્ય નક્ષત્રમાં ઉખાડવામાં આવેલી ચણોઠીની જડને જો કોઈ તાવીજમાં બંધ કરીને સ્ત્રીની કમરે બાંધવામાં આવે તો આવી સ્ત્રીને ચોક્કસ પુત્રની પ્રાપ્તિ થાય છે.

ચણોઠીના વિવિધ પ્રકારો બજારમાં મળે છે. જેમ કે, લાલ ચણોઠી (રક્ત ગુંજા), શ્વેત ગુંજા અને શ્યામ ગુંજા. ચણોઠીના આપણે ઉપર જોયેલા પ્રયોગો સિવાય નીચેના પ્રયોગોનો સાધકે અનુભવ કરવો જોઈએ.

ચણોઠીના વૃક્ષ નીચે બેસી લક્ષ્મીપ્રાપ્તિનો કોઈ પણ પ્રયોગ કરવામાં આવે તો શીઘ્ર સિદ્ધિ મળે છે.
ધન પ્રાપ્તિ માટે 10 ગ્રામ સફેદ ચણોઠીને સફેદ કપડામાં બાંધીને ઉત્તરની દીવાલ પર લટકાવી દો અથવા કાચના વાસણમાં રાખો. ખરાબ નજરથી છુટકારો મેળવવા માટે પાંચ ચણોઠી લો, તેને વારંવાર ખરાબ નજરથી પ્રભાવિત વ્યક્તિ પર પાંચ વખત ઉપર- નીચે કરો અને ઘરની બહાર સળગતી લાકડી અથવા લાકડા વગેરે પર મૂકીને બાળી નાખો. એટલે ખરાબ નજરનો પ્રભાવ દૂર થાય છે.