Diwali 2022: આપણે સૌ જાણીએ છીએ કે, દિવાળી પર્વને થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દિવાળીની ઉજવણીમાં બાળકો ફટાકડા ફોડવાથી દાઝી ન જાય અને નાના મોટાને કોઈ નુકસાન ન થાય તેમજ કોઈ દુર્ઘટના ન સર્જાઈ તે માટે અમે તમને ફટાકડા ફોડતા સમયે શું ધ્યાન રાખવું તે અંગે જણાવી દઈએ.
ફટાકડા ફોડતા સમયે આટલું ધ્યાન ખાસ રાખું જોઈએ:
જો વાત કરવામાં આવે તો ખુલ્લી જગ્યામાં ફટાકડા ફોડો અને ખાતરી કરો કે આજુબાજુ કોઈ જ્વલનશીલ અથવા દાહક પદાર્થ નથી તેનુ ઘ્યાન રાખવુ જોઈએ. ફટાકડાના લેબલ પર છાપેલી સૂચનાઓ વાંચવાનું ના ભૂલો, ખાસ કરીને જે ફટાકડા તમારા માટે નવા હોય. જો તમે ફટાકડાની ખરીદી કરો છો તો ત્યારાબ્દ ફટાકડાને બંધ કન્ટેનરમાં સ્ટોર કરો અને તેને આસપાસના કોઈપણ દાહક અથવા જ્વલનશીલ પદાર્થોથી દૂર રાખો. ફટાકડા ફોડતા સમયે, સલામત અંતર જાળવો. બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને તેનાથી દૂર ફટાકડા ફોડવા જોઈએ.
વધુમાં તમને જણાવી દઈએ કે, હંમેશા લાયસન્સ ધરાવતા વિક્રેતાઓ પાસેથી ફટાકડા ખરીદવા જોઈએ. ફટાકડા ફોડતી વખતે, તમારા વાળને યોગ્ય રીતે બાંધી દો, ખાસ કરીને જો તમારા વાળ લાંબા હોય તમે શું પહેરો છો તેના પર ધ્યાન રાખો. લાંબા અને ઢીલા કપડાં પહેરવાનું ટાળો કારણ કે તેમાં આગ લાગવાની શક્યતા ખુબ જ વધી જાય છે. તેના બદલે, ફીટ હોય તે પ્રકારના કોટનના કપડાં પહેરો.
સાથે જ જો ફટાકડાનો અવાજ બહેરાશભર્યો હોય, તો નુકસાન ટાળવા માટે તમારા કાનમાં રૂ મૂકી શકો છો. ખાતરી કરો કે શું તમારું બાળક તમારી દેખરેખ હેઠળ જ ફટાકડા ફોડે છે ને?? ખાસ કરીને બાળકોનું ધ્યાન રાખો. શ્વસન સંબંધી કોઈપણ પ્રકારની સમસ્યાવાળા લોકોએ ઘરની અંદર રહેવું હિતાવહ છે. તમારી અગાસી કે ધાબા પર કોઈ સળગે તેવી વસ્તુ હોય તો તેને હટાવી લેવી જોઈએ. ફટાકડા ફોડતા સમયે ફૂટવેર પહેરો, હાથમાં ફટાકડા ફોડશો નહીં સળગતી મીણબત્તીઓ અને દીવાઓની આસપાસ ફટાકડા ખુલ્લા ન મુકો.
મહત્વનું છે કે, વીજળીના થાંભલા અને વાયરો પાસે ક્યારેય ફટાકડા ફોડવા જોઈએ નહીં. અડધા સળગી ગયેલા ફટાકડાને ક્યારેય ફેંકશો નહીં, કે અડકશો નહિ તે સળગે તેવી વસ્તુ પર પડી શકે છે અને આગ ફેલાવી શકે છે. ફટાકડા ફોડવા માટે લાઇટરનો ઉપયોગ કરવાનું ટાળો. તેના બદલે ફટાકડા ફોડવા માટે અગરબત્તીનો ઉપયોગ કરો. સાથે જ કોઈપણ વાહનની અંદર ફટાકડા ફોડવાની કોશિશ ક્યારેય કરશો નહીં. જો ફટાકડા ફૂટવામાં વધુ સમય લાગે તો તેને અડકવાનું ટાળો.
ફટાકડાથી સુરક્ષિત અંતર જાળવો અને જો કોઈ સંજોગોમાં આગ ફેલાય છે તો તેના પર પાણી રેડો.” ઇમરજન્સી માટે પાણીની ડોલ નજીકમાં જ રાખો. આગ ન લાગે તે રીતે ફટાકડા ફોડવા આપણી અને અન્ય લોકો માટે હિતાવહ છે. ફટાકડા ફોડી રહ્યા હો અને કોઈ સંજોગો અનુસાર, વિકરાળ આગ ફાટી નીકળે તો ફાયર બ્રિગેડને ૧૦૧ ૫ર કોલ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.