બીઈંગ ટુગેધર સંસ્થાનું સેવાકાર્ય: દિવાળીએ ગરીબોના ઘરે આખી જિંદગી અજવાળું મળે એવી સોલાર કીટ આપી

આખો દેશ જ્યારે દિવાળીના પાવન પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ડીસા શહેરના ગરીબ પરિવારો સુધી પણ આ વર્ષે દિવાળીનો પ્રકાશ પહોંચ્યો છે. ડીસા શહેરમાં…

આખો દેશ જ્યારે દિવાળીના પાવન પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ડીસા શહેરના ગરીબ પરિવારો સુધી પણ આ વર્ષે દિવાળીનો પ્રકાશ પહોંચ્યો છે. ડીસા શહેરમાં નિઃસ્વાર્થ ભાવે સમાજસેવા કરવા જાણીતી બીઈંગ ટુગેધર (Being Together Group) સંસ્થા દ્વારા સતત બીજા વર્ષે આવા પરિવારોને સોલાર કીટ આપી એમના ઘરોમાં ઉજાસ પાથરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ અંતર્ગત બીઈંગ ટુગેધર સંસ્થાની ટીમ દ્વારા ૧૧ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને સોલાર પેનલ,બેટરી, વીજળીનો બલ્બ અને ચાર્જર આપવામાં આવ્યાં હતા. આ ઉપરાંત આ પરિવારોના બાળકોને પણ દિવાળી માટે ફટાકડાં તેમજ નવાં કપડાં નું વિતરણ કરાયું હતું. આ રીતે પોતાની દિવાળી જરૂિયાતમંદ લોકો સાથે ઉજવી બીઈંગ ટુગેધર સંસ્થાએ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ સેવાકાર્યને સાર્થક બનાવવા માટે એ દરેક વ્યક્તિ જેણે પોતાનો આર્થિક,શારીરિક સહયોગ આપ્યો તે સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌના યોગદાન થકી જ આ કાર્ય સંભવ થયું છે. આ ભગીરથ સેવા કાર્ય કરનારા સંસ્થાની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે પણ કાર્યરત છે જે અંતર્ગત જરૂરિયાત મંદ બાળકોની ફી ભરવી તેમના યુનિફોર્મ તેમજ પુસ્તકોની વ્યવસ્થા કરી આપવી જેવા કાર્ય કરવામાં આવે છે.

તાજેતરમાં જ પ્રોજેક્ટર નિર્માણ અંતર્ગત એક શાળા શરૂ કરવામાં આવી છે જેનો હેતુ પછાત વિસ્તારના બાળકોને પાયાનું શિક્ષણ આપવાનો છે. આમ બિઈંગ ટુગેધર સંસ્થા વિવિધ રીતે સમાજમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

બીંઈગ ટુ ગેધર સંસ્થા મહિલાઓના સશક્તિકરણ માટે પણ કામ કરતી આવી છે. પછાત વિસ્તારની મહિલાઓના મિનિસ્ટરિયલ હાઇઝિંગ જળવાઈ રહે તે હેતુથી તેમને સમયાંતરે સેનેટરી પેડ્સ નું વિતરણ કરાય છે. સાથે સાથે મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુથી કોરોના મહામારીના સમયથી જ આ સંસ્થા દ્વારા માસ્ક બનાવવાનું કામ પણ આપવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *