શું તમે પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો? તો તમારે તેના વિશે થતા ફાયદા અને નુકશાન વિશે અવશ્ય જાણવું જોઈએ. સતત એક ધારું સ્માર્ટફોનની સામે જોઈ રહેવાથી તમારી આંખોને ઘણું બધું નુકશાન પહોંચી શકે છે. તે ઉપરાંત તમે અંધ પણ બની શકો છો. તેનાથી બચવા માટે આજે અમે તમને દિવસના માત્ર અડધો કલાક જ સ્માર્ટ ફોન બંધ રાખવાથી થતા ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સ્માર્ટફોન આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે. યૂઝર્સ પોતાના સ્માર્ટફોનને પોતાનાથી બે મીનિટ પણ દૂર રાખતા નથી. પરંતુ એક્સેલિઓન કંપનીના સીઈઓ યોર્ગન એડહોલ્મે દિવસમાં રોજ ઓછામાં ઓછી 30 મીનિટ સ્માર્ટફોનને બંધ રાખવાની સલાહ આપી છે.એક્સેલિઓન કંપની મોબાઈલ માટે સિક્યોર ફાઈલ શેયરિંગનું કામ કરે છે. દિવસમાં 30 મીનિટ માટે ફોન બંધ રાખવા માટે યોર્ગને ધણા બધા ફાયદાઓ બતાવ્યા છે. તેમનું કહેવું છે કે, સ્માર્ટફોનથી હેલ્થ પર પણ અસર પડતી હોય છે. તે ઉપરાંત કેટલાક હેલ્થ એક્સપર્ટનું પણ આવું જ કહેવું છે. સ્માર્ટફોનને બંધ કરવાથી અથવા તેને હાઈબર્નેટ મોડ પર રાખવાથી બેટરી પર અસર પડે છે. આવું કરવાથી એપ્સ બંધ થઈ જાય છે, જેના કારણે તેની બેટરીની લાઈફ વધી જશે.
મગજ ક્યારેય મલ્ટીટાસ્ક થતું નથી પરંતુ તે ઘણા બધા કામો વચ્ચે સતત સક્રિય રહે છે. એવામાં સ્માર્ટફોનને થોડી વાર બંધ રાખવાથી મગજને પણ શાંતિ મળશે. સતત મોબાઈલને યૂઝ કરવાથી મગજ થાકી જાય છે. આ કારણે જ સમસ્યાનો સમાધાન નિકાળવામાં તકલીફ ઉભી થાય છે. તેથી ફોનને 30 મીનિટ માટે બંધ કરવાથી મગજને શાંતિ મળશે અને કામને સારી રીતે કરવામાં મદદ મળશે.
મોબાઈલમાં ઓવર હીટિંગની સમસ્યા છે તો તેના કેટલાક કારણો હોઈ શકે છે તેવામાં તેને બંધ રાખવો એક સારો ઉપાય છે
એક રિસર્ચ પ્રમાણે 61 ટકા મોબાઈલ સ્માર્ટફોન યૂઝર્સ નોટિફિકેશન જોયા વગર રહી શકતા નથી, જેના કારણે કોઈ કામમાં કોન્સન્ટ્રેશન કરી શકતાં નથી. એવામાં ફોનમાં કેટલીક વાર બંધ કરવાથી કોન્સન્ટ્રેશન વધશે.
જો તમે ફોન બંધ કરવા માંગતા નથી તો તેને નિશ્ચિત સમય પર રીબૂટ કરી લો, આવું કરવાથી બેકગ્રાઉન્ડમાં ચાલતા એપ્સ બંધ થઈ જશે અને બધા જ અપડેટેડ ફીચર્સ સારી રીતે કામ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.