Vastu Shastra for Idols: ઘણા લોકો ઘરની સજાવટ માટે મૂર્તિઓ ઘરમાં રાખે છે. આ મૂર્તિ ઘરની સુંદરતામાં વધારો કરે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં મૂર્તિઓ સ્થાપિત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણી વખત એવી મૂર્તિઓ ઘરમાં રાખવામાં આવે છે જેનાથી વાસ્તુ દોષ (Vastu Shastra for Idols) થાય છે. ત્યારબાદ ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉદભવવા લાગે છે. આજે અમે તમને એવી 5 મૂર્તિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખશે અને આર્થિક સંકટમાંથી પણ મુક્તિ અપાવશે.
ગાયની પ્રતિમા
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પિત્તળની ગાયની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ હોય છે. તેનાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા ફેલાય છે. એવું પણ કહેવાય છે કે તેનાથી બાળકોની અભ્યાસમાં એકાગ્રતા વધે છે.
માછલીની પ્રતિમા
ઘરમાં પિત્તળ અથવા ચાંદીની માછલીની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં માછલીને ધન અને ઉર્જા આપનારી કહેવાય છે. આ મૂર્તિને ઘરમાં રાખવાથી સુખ-શાંતિ જળવાઈ રહે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
કાચબાની પ્રતિમા
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી આર્થિક લાભ થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. કાચબો સ્થિરતા અને દીર્ધાયુષ્યનું પ્રતીક છે, જે સંપત્તિ આકર્ષવામાં મદદરૂપ છે. આ સિવાય તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
ઊંટની પ્રતિમા
ફેંગશુઈ અનુસાર ઘરમાં ઊંટની મૂર્તિ રાખવી ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી વેપારમાં સફળતા મળે છે. આ સિવાય કરિયરની સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે.
હાથીની પ્રતિમા
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં ચાંદી અથવા પિત્તળની હાથીની મૂર્તિ રાખવાથી ન માત્ર આર્થિક સ્થિતિ મજબૂત બને છે પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેમજ આ મૂર્તિને બેડરૂમમાં રાખવાથી રાહુ ગ્રહ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વિશેષ લાભદાયક માનવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App