ગુજરાતના બેરોજગાર યુવાઓને કેજરીવાલનું વચન – “5 વર્ષમાં 20 લાખ લોકોને નોકરી આપવાનો ટાર્ગેટ”

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. પાર્ટી દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ ગુજરાતમાં પણ સરકાર બનાવવા માટે સક્રિય થઈ ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ફરી એક વખત ગુજરાત ના પ્રવાસે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ સંબોધનની શરૂઆત ‘જય સોમનાથ’ના નાદ સાથે કરી હતી. અરવિંદ કેજરીવાલે ગુજરાતના બરોજગાર યુવાનોને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ પહેલા તેમણે ગુજરાતની જનતાને ફ્રી વીજળીનું વજન આપ્યું હતું.

અરવિંદ કેજરીવાલે વેરાવળમાં આપી આ 5 ગેરંટી
1- પાચ વર્ષમાં દરેક બેરોજગારને રોજગાર મળશે (દિલ્હીમાં 5 વર્ષમાં 12 લાખ લોકોને રોજગાર આપ્યો છે અને બીજા પાચ વર્ષમાં 20 લાખ લોકોને નોકરી આપવાનો ટાર્ગેટ).
2- જ્યાં સુધી રોજગાર નહી મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર બેરોજગાર ભથ્થું મળશે.
3- 10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે.
4- પેપર લીક ના થાય તે માટે આપ ગુજરાતમાં કાયદો બનાવવા આવશે.પેપર ના ફૂટે તે માટે દોષિત ને કડક સજા મળે તેવી જોગવાઈ મળશે.
5- સહકારી સંસ્થાઓમાં પૈસા થી મળતી નોકરી બંધ કરવામાં આવશે.જે લાયક હશે તેને જ નોકરી આપીશું.

આજરોજ ગુજરાતના બેરોજગાર યુવાઓ માટે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું કે, અગાઉ હું ગુજરાતમાં વીજળીની ગેરેન્ટી આપી ગયો હતો. કારણ કે, ગુજરાતમાં વીજળી ખૂબ જ મોંઘી છે. ગુજરાતમાં મોંઘવારી સતત વધી રહી છે. તેથી ગુજરાતમાં અમે જાહેરાત કરી છે કે, ગુજરાતમાં અમારી સરકાર બનશે એટલે 300 યુનિટ ફ્રી વીજળી આપીશું. 24 કલાક વીજળી આપીશું. 31 ડિસેમ્બર 2021 સુધીના ગુજરાતના વીજળીના બિલ માફ કરીશું.

અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવતા કહ્યું કે, દિલ્હી અને પંજાબમાં વીજળી ફ્રી કરી છે, હવે અમને એક મોકો ગુજરાતમાં આપો. કેજરીવાલ રેવડી સ્વિસ બેંકમાં નહિ, જનતા વચ્ચે વહેંચે છે. આજ ગુજરાતની સરકાર ઉપર 3.5 લાખ કરોડનું દેવું છે. શું આ દેવું કેજરીવાલે કર્યું છે? ફ્રી રેવડીનો વિરોધ કરવા વાળા લોકો પોતાના મિત્રોને અને સ્વિસ બેંકમાં રેવડીઓ વહેંચી રહ્યાં છે. જેવી સ્કૂલ મેં દિલ્હીમાં બનાવી તેવી એક સ્કૂલ પુરા દેશમાં બનાવી બતાવો.

રાજ્યમાં લઠ્ઠા કાંડમાં મૃત્યુ પામેલ લોકો માટે 2 મિનિટનું મૌન પાળ્યુ હતુ. તેના બાદ કેજરીવાલ બોલ્યા કે, ઝેરી દારૂ પીવાથી આપણા ભાઈઓએ જીવ ગુમાવ્યો છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે આત્માઓને શાંતિ આપે. ગુજરાતના મુખ્યમંત્રી મૃતકોના પરિવારજનોને મળવા નથી ગયા. કે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ પણ મળવા નથી ગયા. મેં ભાજપના નેતાને પૂછ્યું તો કહ્યું કે, આ વાતથી મતમાં કોઈ ફેર નહિ પડે. ગુજરાતમાં હજારો કરોડનો નશાનો ધંધો છે. જે લોકો ઝેરી શરાબ પોતાના બાળકોને પીવડાવવા માંગે છે તે ભાજપને મત આપજો. ગોંડલના 23 વર્ષના યુવકે બેરોજગારીથી કંટાળી આપઘાત કર્યો. રોજગારી મુદ્દે જ હું આજે ગેરેન્ટી આપવા આવ્યો છું. દરેક ભાઈ-બહેનને કહું છું કે, હવે આપઘાત કરવાની જરૂર નથી હવે તમારો મોટો ભાઈ આવી ગયો છે. અમે જે ગેરેન્ટી આપીએ છીએ, જે પાંચ વર્ષમાં પૂર્ણ ન થાય તો ધક્કા મારી કાઢજો.

એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલે જનતા સમક્ષ બે મોડલની વાત કરી હતી. તેમણે કહ્યુ કે, તમે આ લોકોને મત આપશો તો ઝેરીલો દારુ મળશે જ્યારે અમોને મત આપશો તો રોજગાર મળશે. લોકોએ નક્કી કરવાનું છે કે તેઓ કયું મોડલ ઇચ્છે છે. 27 વર્ષના શાશસથી પ્રજા ત્રસ્ત છે, શાળાની હાલત ખરાબ છે, તો બીજી તરફ, પેપર ફાટવાને કારણે નોકરી ન મળતા યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *