RSSના કાર્યાલય પર ફેંકવામાં આવ્યો બોમ્બ, ફફડી ઉઠ્યો સમગ્ર વિસ્તાર અને પછી…

કેરળ(Kerala)ના કન્નુર(Kannur)માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર બોમ્બ ફેંકવા(Threw bombs)ની ઘટના સામે આવી છે. ઘટના બાદ RSS ઓફિસની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે 1.30 કલાકે કન્નુરના પયાનૂરમાં RSSની ઓફિસ બિલ્ડિંગ પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. હુમલામાં ઓફિસની બારીઓને નુકસાન થયું છે. હુમલામાં કોઈને ઈજા થઈ નથી.

તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં કેરળના એક પોલીસ અધિકારીને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ને RSS કાર્યકર્તાઓ વિશે માહિતી આપવા બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તે PFIની રાજકીય પાંખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ને માહિતી લીક કરી રહ્યો હતો.

આરોપી અનસ પીકે કરીમન્નૂર પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો. ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, અનસ પીકેએ પોલીસ ડેટાબેઝમાં હાજર લગભગ 200 RSS અને બીજેપી કાર્યકર્તાઓની અંગત માહિતી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાને આપી હતી.

આ પહેલા 15 નવેમ્બર 2021ના રોજ કેરળના પલક્કડમાં એક RSS કાર્યકરની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકનું નામ સંજીત (27) હતું. મૃતકના શરીર પર છરીના અનેક ઘા મળી આવ્યા હતા. ભાજપે SDPI પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. આરએસએસના કાર્યકર પર તે સમયે હુમલો થયો જ્યારે તે પોતાની પત્ની સાથે પ્રવાસ કરી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *