કોરોના રીપોર્ટ આપવા અધિકારીએ મહિલાને પોતાના ઘરે બોલાવી અને પછી બેડરૂમમાં લઇ જઈને…

કેરળમાં માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. હકીકતમાં, રાજધાની, તિરુવનંતપુરમમાં એક આરોગ્ય અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી, જેણે કોવિડ-19 નેગેટિવ સર્ટિફિકેટ મેળવવા આવી રહેલી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસે જણાવ્યું કે, પીડિત મહિલાએ આક્ષેપ કર્યો છે કે જુનિયર હેલ્થ ઇન્સ્પેક્ટરએ તેને સર્ટિફિકેટ મેળવવા માટે તેના ઘરે બોલાવી હતી. તેણી જ્યારે તેના ઘરે સર્ટિફિકેટ લેવા ગઈ ત્યારે અધિકારીએ તેને રૂમમાં બાંધીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

સર્કલ ઈન્સ્પેક્ટર સુનેશે જણાવ્યું હતું કે, અધિકારીએ મહિલા પર શારીરિક શોષણ કર્યું હતું. તેના હાથ અને મોઢે બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. વધુ તપાસ હાથ ધરી છે. આઈપીસીની કલમ 376 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે મહિલા તાજેતરમાં જ તેના ઘરે પરત આવી હતી અને એક અધિકારી દ્વારા તેને ક્વોરેન્ટાઇનમાં રોકાવાનું કહ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે મહિલાએ એન્ટિજેન પરીક્ષણ કરાવ્યું હતું, જે નકારાત્મક આવ્યું હતું અને આરોપીએ તેને સર્ટિફિકેટ આપવા માટે ઘરે બોલાવી હતી, જ્યાં તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

કેરળના આરોગ્ય પ્રધાન કે.કે. સેલાજાએ અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીની ઓળખ પ્રદીપ તરીકે થઈ છે. મહિલા આયોગે પણ અધિકારી સામે કેસ નોંધ્યો છે. રાજ્યના વિધાનસભામાં વિપક્ષી નેતા રમેશ ચેન્નીથલાએ કહ્યું કે બળાત્કારની ઘટનાઓએ રાજ્યને શરમજનક બનાવ્યું છે. આ બનાવો આરોગ્ય વિભાગની ગંભીર ભૂલો દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *