પરિવાર સાથે સાયકલ પર લખનઉથી છતીસગઢ જવા નીકળ્યા પણ રસ્તામાં જ તોડી દીધો દમ

એક તરફ મહારાષ્ટ્રમાં ટ્રેનથી કપાઈને 16 મજૂરોનું મૃત્યુ થઈ ગયું છે તો બીજી બાજુ લખનઉના શહીદ રોડ પર સાયકલથી છત્તીસગઢ જઈ રહેલા એક પરિવાર દુર્ઘટનાનો શિકાર થઈ ગયું. આ દુઃખદાયક દુર્ઘટનામાં પતિ પત્નીનું મૃત્યુ થઈ ગયું છે, પરંતુ તેના બે બાળકો બચી ગયા છે. Lockdown ના કારણે મજૂરી બંધ થઈ ગઈ હતી અને ખાવા પીવા માટે પણ પૈસા વધ્યા ન હતા. જેને લઈને દંપતી પોતાના માસૂમ બાળકો સાથે સાઇકલ લઈ ગામ જઈ રહ્યા હતા.

જ્યારે બુધવારની મોડી રાત્રે ચાર લોકો સાયકલ પર સવાર થઈને લખનઉના sushant golf city ના શહીદ પથ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહને ટક્કર મારી દીધી.તેમાં ઘાયલ દંપતીને પોલીસે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યા જ્યાં ઈલાજ દરમિયાન બંનેનું મૃત્યુ થઈ ગયું. મૃતકની ઓળખ છત્તીસગઢના નિવાસી કૃષ્ણના રૂપમાં થઈ છે.આ રોડ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કૃષ્ણની પત્નીનું નામ પ્રેમીલા છે.

આ દુર્ઘટનામાં દંપતીના બે માસૂમ બાળકો બચી ગયા છે. દીકરાનું નામ નિખિલ છે જે ફક્ત દોઢ વર્ષનો છે જ્યારે દીકરીનું નામ ચાંદની છે, જે ફક્ત ત્રણ વર્ષની છે. આ દુર્ઘટનામાં બંને માસૂમ બાળકો ઘાયલ થઈ ગયા છે. તેમના માથાના ભાગે ઇજા પહોંચી છે. આ માસૂમ બાળકોના માથા પરથી મા-બાપનો સહારો હંમેશા માટે ઉઠી ગયો છે. માસૂમ બાળકો પોતાના મા-બાપને યાદ કરીને રડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *