કેસર કેરીનો 80 ટકા પાક નિષ્ફળ, આ વર્ષે કેરી ખાવી સોનું ખરીદવા બરાબર થશે- જાણો ભાવ

હાલમાં જયારે કોરોના મહામારીના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં એક બાજુ ગીરની કેસરનું માર્કેટમાં આગમન થઈ ચૂકયું છે. જયારે બીજી બાજુ, દક્ષિણ…

હાલમાં જયારે કોરોના મહામારીના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં એક બાજુ ગીરની કેસરનું માર્કેટમાં આગમન થઈ ચૂકયું છે. જયારે બીજી બાજુ, દક્ષિણ ગુજરાતની કેરીઓનો સ્વાદ લોકોને વહેલો ચાખવા ન મળે તેવું જણાઈ રહ્યું છે. અંકલેશ્વર તાલુકામાં કેરીનો પાક ખુબ ઓછો રહેવાની ખેડૂતોને ધારણા રહેલી છે.

કોરોના મહામારીની વચ્ચે કેરી પણ ખુબ મોંઘી બને એવી સંભાવના રહેલી છે. જયારે બીજી બાજુ કેરીના પાકનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ગાજ્યો હતો. આ વર્ષે કેસર કેરીનો પાક 80% નિષ્ફળ થઈ ચુક્યો છે. હવામાનમાં થયેલ બદલાવની અસર કેસર કેરી પર થઈ છે.

બાગાયતી પાકોને પાક વીમામાં સમાવવા જોઈએ એવી માંગણી વિધાનસભા ગૃહમાં બજેટ સત્ર વખતે થઈ હતી. ભગા બારડે ગૃહમાં વિધેયક પર ચર્ચા વખતે સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે, કેસર કેરીને નુકશાન જતા ખેડૂતોને સહાય જાહેર કરવી જોઈએ.

ગીરની સાથે દક્ષિણ ગુજરાતની કેરી પણ ખુબ જાણીતી છે પણ ચાલુ વર્ષ દરમિયાન પરિસ્થિતિ ખુબ અલગ છે. દર વર્ષની તુલનાએ આ વર્ષની શરૂઆતમાં કેરી પર ફાળ તો સારો આવ્યો પણ ધીમે-ધીમે ફાળ ખરી પડ્યા હતા. જેને લીધે હવે ખેડૂતોને ધાર્યા પ્રમાણે કેરીનો પાક મળી શકશે નહીં.

ગીરની સાથે-સાથે દક્ષિણ ગુજરાતની કેરીઓની પણ ગુજરાતમાં બોલબાલા રહેલી છે ત્યારે હવે કેરીનો ભાવ વધારે રહેશે તેવી સંભાવના જણાઈ રહી છે. હાલમાં ફળોના રાજા કેરીનું અમદાવાદમાં આવેલ ફ્રુટ બજારોમાં આગમન થઈ ચુક્યું છે. રત્નાગીરીની હાફૂસ કેરી, ચેન્નઈની સુંદરી કેરીનું ખુબ મોટા જથ્થામાં બજારોમાં આગમન થઈ ચૂકયું છે.

સોરાષ્ટ્રની કેસર કેરીની પણ આવક શરૂ થઈ ગઈ છે. હાફૂસ 800, 1000 તથા 1200 રૂપિયા ડઝનના ભાવે વેચાઈ રહ્યાં છે. જયારે 9 કિલો કેસર કેરીની પેટીનો ભાવ 1,500 રૂપિયા છે. જો કે, કેરીની મીઠાશ મેળવવા માટે નાગરિકોને વધારે રૂપિયા ખર્ચવા પડશે. હાલના સમયમાં આવક ખુબ ઓછી હોવાને કારણે કેરીના ભાવ આસમાને પહોંચી ગયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *