ગુજરાતના લાખો દિલ પર રાજ કરતા ખજુરભાઈએ સમાજ સેવાને પોતાનો જીવન મંત્ર બનાવી લીધો છે. ખજુરભાઈ છેલ્લા ઘણા સમયથી તેના પૈસાથી સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી છે. અને આજે દરેક લોકો તેમની દાતારીને સલામ કરે છે, વાવાઝોડા માં બે ઘર થયેલા લોકોની મદદ ગયા અને ખજુરભાઈએ ઘર બનાવી આપ્યા હતા.
ખાજુરભાઈ લોકોને મુશ્કેલીમાંથી બહાર નિકળવામાં ખુબજ મદદ કરે છે. જયારે સૌરાષ્ટ્રની ધરતી પર વાવાઝોડું આવ્યું ત્યારે મુસીબતમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે પહોચી ગયા હતા. વાવાઝોડાને કારણે જે લોકો ઘર વિહોણા થયા હતા, તેમને નવા ઘર બનાવી આપ્યા હતા અને ઘરમાં જરૂરિયાત ની વસ્તુ પણ લાવી આપી હતી. સૌરાષ્ટ્રમાં વાવાઝોડું આવ્યું ત્યારે એકસઠ કરતા પણ વધારે નવા ઘર બનાવ્યા હતા. ખજુરભાઈએ નિરાધાર લોકોને આશરો આપ્યો હતો.
જયારે જામનગર અને રાજકોટમાંપૂરની સ્થિતિ સર્જાઈ હતી તે સમયે પણ ખજુરભાઈએ ત્યાં જઈને ઘણા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી. ખજુરભાઈ આ સિવાય અનેક જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે. આજે ખજુરભાઈ કેશોદમાં મદદ માટે પહોચી ગયા છે. કેશોદમાં રહેતા હંસાબેન પતિના મૃત્યુ બાદ છેલ્લા ઘણા વર્ષથી બાળકોને એકલા હાથે મોટા કરી રહ્યા છે આ વાતની જન ખાજુરભાઈને થતા તેમની મદદ માટે પહોંચી ગયા હતા.
ખજુરભાઈએ કહ્યુ કે, હંસાબેન એક વિધવા મહિલા છે પતિના મૃત્યુ બાદ તેમણે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો એકલા કરવો પડ્યો છે. હંસાબેનને બે દીકરા અને એક દીકરી છે. આ મોંઘવારીમાં તે પોતાનું ગુજરાન જેમ તેમ કરીને ચલાવી રહ્યા છે. જયારે ખજુર ભાઈ હંસાબેન પાસે ગયા ત્યરે તેની દીકરી અભ્યાસ કરતી હતી અને ખજુ ભાઈને જોયને હંસાબેન ખજુરભાઈને ગળે વળગીને મારો ભાઈ આવી ગયો એમ કહીને રડવા લાગ્યા હતા.
બાળકોને યોગ્ય અભ્યાસ માટે હંસાબેન છેલ્લા બે વર્ષથી ખજુરભાઈની રાહ જોઈ રહ્યા હતા, ખજુરભાઈને જોયને હંસાબેન ખુબ જ ખુશ થઇ ગયા હતા. ખજુરભાઈએ હંસાબેનની બધી સ્થિતિ જાણીને તેમનાથી બનતી બધી જ મદદ કરી હતી.
હંસાબેને પોતાના બાળકોના યોગ્ય અભ્યાસ માટેની મદદ માંગી હતી, તેમને તેમના જીવનમાં માત્ર એટલું જ જોઈતું હતું કે, તેમના બાળકો સારો અભ્યાસ કરે અને જીવનમાં આગળ વધે. હંસાબેને તેમના બાળકોને ભળવા માટે તેમજ પોતાના ઘર ખર્ચને પહોંચી વળવા માટે બાળકોને અનાથાશ્રમમાં મુક્યા હતા, ત્યાંથી જે પૈસા આવતા હતા તેમાંથી તેઓ તેમનું ગુજરાન ચલાવતા હતા.
જયારે ખજુરભાઈએ હંસાબેનનો જીવન સંઘર્ષ સાંભળ્યા ત્યારે તરતજ તેમની મદદ માટે દોડી આવ્યા હતા. ખાજુરભાઈએ પોતાના સેવા ભાવી સ્વભાવને કરને ગુજરાતના લાખો લોકોના દિલ જીત્ય છે, એટલુ જ નહી પીએમ મોદી પણ ખજુરભાઈના કામની પ્રસંસા કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.