ગીર-સોમનાથની સરસ્વતી નદીમાં પૂર આવતાં માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ- નવા નીરે શ્રીકૃષ્ણને કરાવ્યો જલાભિષેક

ગીર સોમનાથ જીલ્લામાં વરસાદી પાણીથી જળબંબાકાર થતા નદીઓ બે કાઠે વહેતી થઈ છે. ત્યારે સરસ્વતી નદી કિનારે બિરાજમાન માઘવરાજી મંદિર પાણીમાં ડૂબ્યું છે. પ્રતિ વર્ષ…

ગીર સોમનાથ જીલ્લામાં વરસાદી પાણીથી જળબંબાકાર થતા નદીઓ બે કાઠે વહેતી થઈ છે. ત્યારે સરસ્વતી નદી કિનારે બિરાજમાન માઘવરાજી મંદિર પાણીમાં ડૂબ્યું છે. પ્રતિ વર્ષ ચોમાસા દરમ્યાન ભારે વરસાદ આવે ત્યારે ભગવાન પાણીમાં બિરાજે છે અને અનેક લોકો દૂર-દૂરથી માધવરાય પ્રભુનો જળવિહારના દર્શન કરવા માટે આવે છે.

મળેલી માહિતી અનુસાર આ વર્ષમાં પ્રથમ વાર મંદિર પાણીમાં ગરકાવ થયું છે, હાલ ગીર સોમનાથ જિલ્લામાં ખુબજ ભારે વરસાદ પડ્યો છે અને તેથીજ નદી નાળા અને વેકળા છલકાયા છે. ગીર પંથકમાં આવેલી પૂર્વ વાહિની સરસ્વતી નદીમાં પૂર આવતા અતિપ્રાચીન એવા પ્રાચી તીર્થમાં બિરાજતા સુપ્રસિદ્ધ માધવરાય ભગાવનનું મંદિરમાં પાણી ભરખાય ગયું છે.  સરસ્વતી નદીના માર્ગમાં મંદિર નદીને અડીને જ આવેલું છે. જયારે નદીમાં ઘોડાપૂર આવતા માધવરાય મંદિરમા સરસ્વતી નદી માધવરાયને સ્નાન કરાવતા હોય તેવું દ્ર્શ્ય રચાઈ છે.

સૂત્રાપાડાના પ્રાચી તીર્થ ખાતે બિરાજમાન માધવરાય ભગવાન ચોમાસા દરમિયાન સંપૂર્ણ પણે પાણીમાં ગરકાવ થયા છે. તેના કારણે ભાવિકો હાલ ભગવાનના દર્શન નહિ કરી શકે. મળેલી માહિતી અનુસાર માધવરાય મંદિર આશરે પાંચ હજાર વર્ષ જૂનું છે, પાંચ હજાર વર્ષ જૂનું માધવરાય મંદિરમાં ભગવાન સરસ્વતી નદીના કાંઠે નીચે બિરાજે છે. તેના કારણે પ્રતિ વર્ષ વર્ષા ઋતુમાં મોટા ભાગે ભગવાન માઘવરાય પાણીમાં જ બિરાજમાન રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *