ગુજરાતના લાખો દિલ પર રાજ કરનારા ખજુરભાઈને આપણે સૌ કોઈ ઓળખ્યે છીએ. ગરીબોના મસીહા એવા નીતિન જાનીએ ફરી એક વાર એવું કામ કર્યું છે જે જોઇને આખા ગુજરાતને તેના પર ગૌરવ વધી ગયું છે. ખજુરભાઈએ માનવ સેવાને જ પ્રભુ સેવા બનાવી છે. સમગ્ર ગુજરાતમાં કોઈ ખજુરભાઈને ઓળખતું ન હોઈ એવું નહિ બને.
ખજુરભાઈ સાથે તેના ભાઈ તરુણ જાની પણ લોકોની સેવામાં હંમેશા હાજર જ રહે છે. અત્યારે ખજુરભાઈ સુલ્તાનપુરની પહેલી મહિલા વકીલની મદદ માટે પહોચ્યા છે. આ મહિલા સુલ્તાનપુરની પહેલી મહિલા વકીલ છે. જે આખા ગામમાં પાગલોની છેલ્લા ૨૫ વર્ષથી ફરે છે. જયારે આ વાતની જાણ ખજુરભાઈને થતા તેઓ તરતજ મદદ કરવા માટે પહોંચી ગયા છે.
આ મહિનાને એક ભાઈ છે જે રીક્ષા ચલાવે છે. તેના ભાઈને એક આંખ નથી અને બીજી આંખ માં મોતિયો છે અને તેથી તેઓ ઘરે બેઠા છે. તેમની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેઓ કપડાં પણ લઇ શકતા નથી. તેના ઘરની પરિસ્થિતિ ખુબજ ખરાબ છે. કમાવવા વાળું કોઈ તેમના ઘરમાં નથી.
જયારે તૌકતે વાવાઝોડુ આવ્યું ત્યારે બંને ભાઈ બહેનના ઘર પડી ગયા હતા. અને તેથી તેઓ એક નાની રૂમાં રહે છે. તેમના માસીની ઉમર 75 વર્ષ છે તેમને પણ એક આંખ નથી અને બીજી આંખમાં મોતિયો છે. તેઓ છેલ્લા 25 વર્ષથી આ બંને ભાઈ બહેન ને કોઈ પણ જાતની અપેક્ષા વગર જમવાનું આપે છે. આ માં ની મમતા જ છે જે કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર ઘરડા બંને ભાઈ બહેનને જમવાનું આપે છે.
View this post on Instagram
ખજુરભાઈ કોઈ દેવતાથી કમ નથી. આજે ખજુર ભાઈ આ લોકોમાટે ઘર બનાવવા જઈ રહ્યા છે. આવા અનેક ગરીબ પરિવારોની મદદ ખજુરભાઈ કરી રહ્યા છે. આ કાર્યમાં તેમની ટીમ પણ ખડાપગે ખજુરભાઈની મદદ કરી રહ્યા છે. ખજુરભાઈ ગરીબો અને પશુઓની પણ સેવા કરી રહ્યા છે. ખજુરભાઈ અવારનવાર ગૌશાળામાં અને કુતરાઓને ડેન કરતા જોવા મળે છે.
લોકો ખજુરભાઈના સેવા ભાવિ સ્વભાવ અને તેમના કોમેડીના ખુબ જ દીવાના છે. ખજુરભાઈનું કાલે એક સોન્ગ પણ રિલીઝ થવાનું છે. ખજુરભાઈએ મહિલા વકીલના ઘર બનાવવાનો વિડિઓ તેમના ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ માંથી શેર કર્યો છે. ખજુરભાઈ તેમની આ દુઃખભરી દાસ્તાન સાંભળીને રડવા લાગ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.