મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ખરગોન(Khargone)માં રામનવમી(Ram navami)ના અવસર પર થયેલી હિંસા બાદ શિવરાજ સિંહ ચૌહાણ(Shivraj Singh Chauhan) એક્શન મોડમાં આવ્યા છે. સોમવારે રમખાણોના આરોપીઓના મકાનો તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. છોટી મોહન ટોકીઝ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જોકે, સોશિયલ મીડિયા(Social media) પર લોકો આ કાર્યવાહીને યોગ્ય નથી કહી રહ્યા.
રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારો કરનારાને સરકારે આપી સજા- જુઓ કેવી રીતે ઘર પર ફરી વળ્યા બુલડોઝર pic.twitter.com/7pzzjptWvV
— Trishul News (@TrishulNews) April 12, 2022
એસપીને ગોળી વાગી, 10 પોલીસકર્મી ઘાયલ:
હકીકતમાં, રવિવારે રામ નવમીના અવસર પર જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, ત્યારે આ દરમિયાન કોમી વિવાદ થયો હતો. આ તકરારમાં તોફાનીઓએ પથ્થરમારો કર્યો હતો. આગજનીની ઘટનાઓ પણ બની હતી.બપોરના 3 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોમાં હિંસા ચાલુ રહી હતી. ગોળીબારમાં ખરગોનના એસપી સિદ્ધાર્થ ચૌધરી અને 10 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.
આ ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે આ હિંસામાં સામેલ આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને છોડવામાં આવશે નહીં. સીએમએ કહ્યું કે રામ નવમીના અવસર પર ખરગોનમાં બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મધ્યપ્રદેશની ધરતી પર તોફાનીઓને કોઈ સ્થાન નથી. આ તોફાનીઓની ઓળખ થઈ ગઈ છે, તેમને છોડવામાં આવશે નહીં. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રવિવારે ખરગોન શહેરમાં રામ નવમીના સરઘસો પર પથ્થરમારો, કેટલાક વાહનો અને ઘરોમાં આગચંપી કરવાની ઘટનાઓ બની હતી. ખરગોનના જિલ્લા મેજિસ્ટ્રેટ અનુગ્રહ પીએ જણાવ્યું કે સમગ્ર ખરગોનમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સીએમએ કહ્યું છે કે જાહેર અને ખાનગી બંને મિલકતોને થયેલા નુકસાનની ભરપાઈ તેમની પાસેથી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.