‘ગુજરાતમાં કોંગ્રેસના વળતા પાણી’- ખેડા જિલ્લાના કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રાવજી વાઘેલાએ પકડ્યું AAPનું જાડું

અમદાવાદ(Ahemdabad): આમ આદમી પાર્ટીને જનતા તરફથી જે પ્રચંડ સમર્થન મળી રહ્યું છે તેના આધારે કહી શકાય છે કે લોકો આમ આદમી પાર્ટીને ગુજરાતની સત્તા સોંપવા માટે તૈયાર છે. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ તરીકે પોતાની ઓળખ ઊભી કરી રહી છે. આજે ગુજરાતના દરેક સમાજના, જાતિના, ધર્મના અને દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

આ સાથે સાથે બીજી પાર્ટીઓમાં જે ઈમાનદાર લોકો છે. તેઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇને જનતાની સેવા કરવા માટે આગળ આવી રહ્યા છે. આ ઈમાનદાર લોકોની યાદીમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યા છે. આજરોજ, ખેડા જીલ્લાના કોંગ્રસના ઉપપ્રમુખ અને ચકલાસી નગરપાલિકાના પુર્વ પ્રમુખ રાવજીભાઈ વાઘેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા. મનોજ સોરઠીયાના હસ્તે ટોપી અને ખેસ પહેરાવીને તેમનું આપમાં સ્વાગત કરવામાં આવ્યું.

રાવજીભાઇ વાઘેલા અરવિંદ કેજરીવાલના વિચારો અને દિલ્હી સરકારના શાનદાર કામોથી પ્રભાવિત થઈને ‘AAP’માં જોડાયા છે. તેઓનું માનવું છે કે આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે, જે સાચા અર્થમાં ગુજરાત અને દેશને વિશ્વમાં નંબર વન બનાવી શકે છે. રાવજીભાઈને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જે કામો કર્યા છે,

તે જ પ્રકારના કામો ગુજરાતમાં પણ કરશે અને આ જ માટે આ વિધાનસભા ચૂંટણીમાં રાવજીભાઈ ખેડા વિસ્તારમાં આમ આદમી પાર્ટીને જીતાડવા માટે દિવસ રાત મહેનત કરશે. જે રાજ્યમાં 27 વર્ષથી સરકાર બદલાઈ જ નથી તે રાજ્યમાં પણ અરવિંદ કેજરીવાલએ પોતાનું પ્રભુત્વ બનાવ્યું છે કેમ કે અરવિંદ કેજરીવાલએ હંમેશા પોતાના પહેલા જનહિતના કાર્યોને જરૂરી સમજ્યા છે.

અરવિંદ કેજરીવાલએ દિલ્હી અને પંજાબમાં જે કામ કરી બતાવ્યા છે તે ગુજરાતમાં પણ શક્ય છે તેના માટે તેમણે ગુજરાતની જનતાને દરેક ક્ષેત્રમાં ગેરંટીની ભેટ આપી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મફતમાં વીજળી, મફતમાં સારું શિક્ષણ અને આરોગ્ય, બેરોજગારોને રોજગાર, વેપારીઓ માટે ભયમુક્ત માહોલ, મહિલાઓને દર મહિને ₹1,000 સન્માન રાશિ, ખેડૂતો, સરપંચ અને આદિવાસી સમાજ માટે વિશિષ્ટ ગેરંટી, ભ્રષ્ટાચાર મુક્ત શાસન એમ લોકતંત્ર જળવાઈ રહે અને જનતાની પોતાની સરકાર બને એવી ભેટ ગેરંટી રૂપે અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની જનતાને આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *