આજના સમયમાં મોટાભાગનાં લોકો દીકરીનું મહત્વ સમજતા થઈ ગયાં છે. ખેડામાં આવેલ મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી દ્વારા 101 બાળાઓને દત્તક લેવામાં આવી છે. ‘દીકરી દેવો ભવ’ના સૂત્ર પ્રમાણે સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા આ સેવાકાર્યનું બિરુદ ઝડપ્યું છે.
હાલમાં સિદ્ધિવિનાયક મંદિરમાં આ 101 બાળાઓનો સ્વાગતનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે, જ્યાં તમામ બાળકીઓને સન્માનિત કરીને ભેટ આપી તેઓને દતક લેવામાં આવી હતી. આ સેવાકાર્ય કરનાર નરેન્દ્રભાઈ જણાવતાં કહે છે કે, એક મહિના પહેલાં તેઓ મહેમદાવાદ તાલુકા શિક્ષક સંઘના એક કાર્યક્રમમાં ગયા હતા.
જ્યાં તમામ શિક્ષકો દ્વારા એક દીકરીને દત્તક લઇને તેમની અભ્યાસની જવાબદારી ઉઠાવી લેવામાં આવી હતી. જેથી મેં પણ 101 દીકરીઓને દત્તક લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારપછી મહેમદાવાદ તાલુકાની વિવિધ કુલ 50 જેટલી શાળાઓમાંથી 2 દીકરીઓ પસંદ કરીને હાલમાં 101 દીકરીઓને દત્તક લેવામાં આવી છે.
દીકરીઓના અભ્યાસ તેઓના જરૂરિયાતો તથા સ્વાસ્થયની બધી જવાબદારી ટ્રસ્ટી નરેન્દ્રભાઈ દ્વારા ઉપાડવામાં આવી છે. બાળકીઓ અથવા તો તેમના પરિવારજનો દ્વારા તેમની જરૂરિયાતને લઈ મંદિર સુધી ન જવું પડે તથા તેમની જરૂરિયાતો ઘરે બેઠા પૂર્ણ થાય એવાં પ્રકારનું માઈક્રો પ્લાનિંગ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
જયારે એક મહિના પહેલાં શિક્ષક સંઘના એક કાર્યક્રમમાં ગયાં ત્યારે શિક્ષકોએ બાળકીઓને દત્તક લેવામાં આવી રહી હોય તે ઘટનાને જોઈ મને પણ બાળકીઓને દત્તક લેવાની પ્રેરણા મળી હતી. જેનાં અનુસંધાનમાં હાલમાં 101 બાળકીઓને દત્તક લેવામાં આવી છે તેવું સિદ્ધી વિનાયક મંદિરના ટ્રસ્ટીએ કહ્યું હતું.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ શિક્ષકોના પ્રશ્નોની ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી 10,000 બાળકીઓને દત્તક લેવાનું બીડું સંઘ દ્વારા ઝડપવામાં આવ્યું છે. જેનાં અંતર્ગત દોઢ મહિના પહેલાં મહેમદાવાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શિક્ષકો દ્વારા બાળકીઓને દત્તક લેવામાં આવી હતી. જેને જોયા પછી નરેન્દ્રભાઈને પણ આવું કરવાની પ્રેરણા મળી હતી. શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી આ રીતે જ સમગ્ર સમાજમાં છેવાડા સુધી પહોંચે તથા બાળકીઓને દત્તક લેવામાં આવે તેવાં પ્રકારની અમારી ઇચ્છા હોવાનું જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle