ખેડાના રતનપુર પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કન્ટેનર પાછળ મોટરસાયકલ ઘૂસી જતા 4ના મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): નડિયાદ(Nadiad)ના ખેડા(Kheda)માં રતનપુર(Ratanpur) પાસે સર્જાયેલા ગોઝારા અકસ્માત(Accident)માં એક સાથે 4 વ્યક્તિના મોત થતા ચકચાર મચી જવા પામી છે. ચારેય મૃતકો અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. ​​​રતનપુર નજીકના નેશનલ હાઈવે નંબર 48 પર અમદાવાદ જતા વેસ્ટન હોટલ પાસે પાર્કિંગમાં ઉભેલી કન્ટેનર પાછળ મોટરસાયકલ ઘૂસી જવાને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર 4‌ યુવા અવસ્થાના યુવાનો કાળનો કોળીયો બન્યા છે. સમગ્ર ઘટના અંગેની જાણ ખેડા ટાઉન પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ યુવાનોના વાલીવારસોને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માત દરમિયાન મોટરસાયકલને પણ ખુબ જ નુકસાન થયું હતું.

ચારેય મૃતકો અમદાવાદના હોવાનું આવ્યું સામે:
મૃતકોમાં જીતેશ નોગિયા (23 વર્ષ), હરીશ રાણા (19 વર્ષ), નરેશ વણઝારા (22 વર્ષ), સુંદરમ યાદવ (16વર્ષ)નો સમાવેશ થાય છે. એક સાથે ચાર લોકોના મોત થવાને કારણે તમામના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *