આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.
અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.
રાજ્યમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી છે. અત્યારે આમ આદમી પાર્ટીમાં લોકોને પાર્ટી સાથે જોડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે રાજ્યના ખેડૂત નેતા એવા ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી ઇસુદાન ગઢવીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આપના નેતા ઈસુદાન ગઢવી, અને મનોજ સોરઠિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો. સાગર રબારીએ ખેડૂત એકતા મંચમાંથી રાજીનામું આપીને ઝાડું પકડી લીધું છે.
આપમાં જોડાયા બાદ સાગર રબારીએ કહ્યું હતું કે, મેં મારા તમામ સમર્થકો અને મારી સાથેના લોકો સાથે વાતચીત કરીને જોડાયો છું. હું લોકોને અંધારામાં રાખી અને પાર્ટી તરફ જાવ એ યોગ્ય નથી. મેં અને મારી સાથે જોડાયેલા લોકોએ 37 વર્ષ સુધી આંદોલનો કર્યા છે અને સાથે અનેક પ્રલોભનો આવ્યા હતા. સાથે સાગરભાઈએ હજારો કિલોમીટરનો રાજ્યમાં પ્રવાસ કર્યો છે અને જોડાયેલા મિત્રોને જાણ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.