ચાર નવી મજેદાર ગેમ સાથે આ વર્ષે રમાશે ખેલ મહાકુંભ 2.0! સરકારે ‘રમતા’ કર્યા આંકડા

Khel Mahakumbh 2024: આજે ગુજરાતના ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે. એક સમય એવો હતો જ્યારે ગુજરાતીઓની ઓળખ (Khel Mahakumbh 2024) વ્યાપારી તરીકેની હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં વર્ષ-2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. તેનો મુખ્ય આશય યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવે, શારિરીક તદુંરસ્તી જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્યકક્ષાથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

બે દાયકામાં ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતના યુવાનો આગળ
ખેલમહાકુંભ માત્ર ખેલ પ્રતિભાશોધ માટે નહી પરંતુ સમગ્ર ગુજરાતના રમતના વિકાસનો આધાર સ્થંભ બની ગયો છે. ગુજરાતમાં વર્ષ -2010માં યોજાયેલ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે 16.50 લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે ગત વર્ષ 2023-2024માં વધીને ખેલ મહાકુંભ 2.0 માં રેકોર્ડ બ્રેક 66 લાખથી વધુ પહોચ્યું છે.ગુજરાતમાં આજે છેલ્લા બે દાયકામાં ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતના યુવાનો આગળ આવ્યા છે અને તેમની ક્ષમતામાં વધારો થયો છે.

તેનો શ્રેય ગુજરાત સરકારના પ્રયાસોને જાય છે
રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ખેલ મહાકુંભ, શક્તિદૂત યોજના, DLSS જેવી અનેક નવી પહેલો, કાર્યક્રમો અને નીતિઓ શરુ કરવામાં આવી હતી જેના હેઠળ એથ્લિટ્સને યોગ્ય તાલીમ, નાણાકીય સહાય અને માન્યતા પ્રદાન કરવામાં આવે છે. વર્ષ – ૨૦૦૨ પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર રૂ2.5 કરોડ હતું, જે આજે 141 ગણું વધીને રૂ.352 કરોડથી વધુનું થયું છે.

ખેલકૂદનું વાતાવરણ ઊભું થાય
ખેલમહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણ ઊભું થાય, રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તેમજ ખેલકૂદના માધ્યમથી સ્વાસ્થ્ય અંગેની બાળકોમાં વધુ જાગૃતિ આવે તે છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીના રમત ગમત અંગે ખેલ મહાકુંભના મુખ્ય ઉદ્દેશને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાતના ખૂણે ખૂણે અંતરિયાળ વિસ્તાર સુધી પહોચાડી છે જેના પરિણામ સ્વરૂપે વર્ષ 2023-24માં ખેલ મહાકુંભ 2.0માં રેકોર્ડ બ્રેક 66 લાખથી વધુ ગુજરાતના રમતવીરોએ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

સમર કોચીંગ કેમ્પનું રાજ્ય સરકાર દ્વારા આયોજન
ખેલમહાકુંભ અંતર્ગત ગ્રામ્ય -તાલુકા- જિલ્લા- મહાનગરપાલિકા કક્ષા અને રાજ્યકક્ષાની રમતોમાં વિજેતા થયેલ તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓ માટે સમર કોચીંગ કેમ્પનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. જેમાં વિનામૂલ્યે રમતને લગતુ પ્રશિક્ષણ ઉપરાંત કેમ્પ દરમ્યાન નિવાસ, પ્રવાસ અને ભોજન આપવામાં આવે છે.

વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું
વર્ષ -2010માં ખેલ મહાકુંભમાં ૧૬ રમતો હતી જ્યારે ખેલ મહાકુંભ 2.0માં 39 વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભ 2.0માં ગ્રામ્ય કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધી દરેક વયજૂથમાં વિજેતા ખેલાડીઓને આપવામાં આવતી રોકડ-પુરસ્કારની રકમ સમાન રાખવામાં આવી. ખેલ મહાકુંભ 2.0માં ચાર નવી રમતો સેપક ટકરાવ, વુડબોલ, બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખેલમહાકુંભ અંતર્ગત અંડર-૯ અને અંડર-૧૧માંથી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કરી હાલ સુધીમાં 4655 ભાઇઓ અને 4535 બહેનો એમ મળીને કુલ 9190 પ્રતિભાશાળી ખેલાડીઓને સરકારી ખર્ચે જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલમાં પ્રવેશ (DLSS) આપવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન
ખેલમહાકુંભ અંતર્ગત ગ્રામ્ય -તાલુકા- જિલ્લા- મહાનગરપાલિકા કક્ષા અને રાજ્યકક્ષાની રમતોમાં વિજેતા થયેલ તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓ માટે સમર કોચીંગ કેમ્પનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. જેમાં વિનામૂલ્યે રમતને લગતુ પ્રશિક્ષણ ઉપરાંત કેમ્પ દરમ્યાન નિવાસ, પ્રવાસ અને ભોજન આપવામાં આવે છે.ખેલ મહાકુંભનાં માધ્યમથી ગુજરાતી રમતવીરો ઈલાવેનીલ વાલરીવનએ શુટિંગ, શ્રી તસ્મિન મીરએ બેડમિન્ટન, શ્રી સરિતા ગાયકવાડએ એથલેટીક્સ, કુ. માના પટેલએ સ્વીમીંગ, શ્રી મુરલી ગાવિતએ એથલેટીક્સ, અજીત કુમારે એથલેટીક્સ, કુ. ઝીલ દેસાઈએ ટેનીસ, મોક્ષ દોશીએ ચેસ, અનિકેત પટેલ સોફ્ટ ટેનીસ, દ્વીપ શાહ સ્કેટિંગ, કલ્યાણી સક્સેના સ્વીમીંગ, વિશ્વા વાસણવાલા ચેસ, કુ. સનોફર પઠાણ કુસ્તી, કુ. વૈદેહી ચૌધરી ટેનીસ તેમજ માધવીન કામથ ટેનીસ રમતમાં મેડલો મેળવી ગુજરાત તથા દેશનું નામ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.