ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પુરુષ ટીમ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી. આ સાથે જ ભારતીય મહિલા હોકી ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ મેચ રમવામાં સફળ રહી. ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શન બાદ હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ ખેલ રત્ન એવોર્ડની જાહેરાત કરી છે જેને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ટ્વિટ કરતી વખતે પણ પીએમે આ માહિતી દરેક સાથે શેર કરી છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ‘મેજર ધ્યાનચંદ ભારતના અગ્રણી ખેલાડીઓમાંથી એક હતા જેમણે ભારતને સન્માન અને ગૌરવ અપાવ્યું હતું. લોકોની લાગણીઓને જોતા હવે તેનું નામ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવી રહ્યું છે’. જણાવી દઈએ કે અગાઉ ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ તરીકે જાણીતો હતો.
देश को गर्वित कर देने वाले पलों के बीच अनेक देशवासियों का ये आग्रह भी सामने आया है कि खेल रत्न पुरस्कार का नाम मेजर ध्यानचंद जी को समर्पित किया जाए। लोगों की भावनाओं को देखते हुए, इसका नाम अब मेजर ध्यानचंद खेल रत्न पुरस्कार किया जा रहा है।
जय हिंद!
— Narendra Modi (@narendramodi) August 6, 2021
તમને જણાવી દઈએ કે મેજર ધ્યાનચંદ ભારતીય હોકીના ઈતિહાસમાં મહાન ખેલાડી તરીકે જાણીતા છે. ધ્યાનચંદને પણ ભારત રત્નનો ખિતાબ આપવો જોઈએ તેવી ચર્ચા લાંબા સમય સુધી થઈ હતી. મેજર ધ્યાનચંદને ભારતીય હોકીના જાદુગર માનવામાં આવે છે.
Major Dhyan Chand was among India’s foremost sportspersons who brought honour and pride for India. It is fitting that our nation’s highest sporting honour will be named after him.
— Narendra Modi (@narendramodi) August 6, 2021
ભારતીય ખેલાડીઓને ટોક્યો ઓલિમ્પિકમાં દમખમ રિતે જોવા મળ્યા હતા. ભારતે ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં 5 મેડલ જીત્યા છે. વેઇટલિફ્ટિંગમાં મીરાબાઇ ચાનુએ ભારતના ખાતામાં પ્રથમ વખત બ્રોન્ઝ મેડલ મૂક્યો હતો. આ પછી બેડમિન્ટન દિગ્ગજ પીવી સિંધુએ સિલ્વર મેડલ જીતીને ચમત્કાર સર્જ્યો. ભારતીય હોકી ટીમે ભલે માત્ર બ્રોન્ઝ મેડલ જીત્યો હોય, પરંતુ 41 વર્ષ બાદ પ્રથમ વખત મેડલ જીતવાથી ભારતીય હોકીમાં નવા યુગની શરૂઆત થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.