શેત્રુંજીના કાંઠે આવેલાં ગળધરાના મંદિરમાં ખોડીયાર માતાજી સાક્ષાત પૂરે છે પરચા, જાણો તેના ચમત્કારો

Khodiyar Mataji Mandir: અમરેલી ધારી નજીક આવેલું ગળધરા ખોડીયાર માતાજીનું ધામ આશરે સોળસો વરસ જૂનું મંદિર છે. જે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. માં ખોડીયાર ગળધરાનું મંદિર ધારીથી સાત કિલોમીટર દૂર શેત્રુંજી નદીના કિનારે આવેલું છે. ખોડીયાર માતાજીના (Khodiyar Mataji Mandir) ભક્તો દેશ વિદેશમાંથી આવે છે. જ્યાં શેત્રુંજી નદીનો ઊંડો પાણીનો ધરો વહે છે. પહાડોની વચ્ચે રાયણના વૃક્ષ નીચે ખોડીયાર માતાજીની જીવંત દેખાતી મૂર્તિ બિરાજમાન છે.

ગળધરાનું હજારો વર્ષ જૂનું પૌરાણિક મંદિર
સૌરાષ્ટ્રમાં અનેક પ્રવાસન સ્થળ આવેલા છે. રજા ગાળવા લોકો અહીં પહોંચી જતા હોય છે. પ્રવાસન સ્થળ સાથે ધાર્મિક સ્થળ આવેલા છે. આ ધાર્મિક જગ્યાઓ લોકો માટે આસ્થાનું કેન્દ્ર પણ છે. રજાના દિવસોમાં લોકો આવા ધાર્મિક સ્થળ પર ફરવા જતા હોય છે અને આનંદ માણતા હોય છે. અમરેલી જિલ્લાના ધારીમાં ખોડીયાર ડેમ આવેલ છે. અહીં ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે. ખોડીયાર માતાજીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને સાથે બેસ્ટ પ્રવાસન સ્થળ પણ છે.અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ખોડીયાર ગળધરા ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર હજારો વર્ષ પૌરાણિક મંદિર છે.

વિસ્તારનો ઈતિહાસ
આ મંદિરનું નિર્માણ 11મી સદી દરમિયાન થયું હોવાનું કહેવાય છે. અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી ગીરની ચાચાઈ ટેકરીમાંથી નીકળીને ધારી ગામ પાસે વહે છે. આ વિસ્તારમાં શેત્રુંજી નદી પર 1967માં ડેમ બાંધવામાં આવ્યો હતો. જે સૌરાષ્ટ્રમાં ખોડીયાર ડેમ તરીકે જાણીતો છે. જે ડેમની આજુબાજુમાં વિસ્તારના ખેડૂતોને ખેતી માટે પાણી પૂરું પાડે છે અને એક કુદરતી સૌંદર્ય દ્રશ્ય થયા પ્રગટ થાય છે.

માતાજીએ અસુરોનો નાશ કરવા યુદ્ધ કર્યું
ખોડીયાર મંદિર ઉપરની સપાટી પર આવેલું છે પણ આ ડેમનો ધોધ ખૂબ જ આહલાદક છે. જો મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મંદિર વિશે દંતકથા છે કે વર્ષો પહેલા રાક્ષસો અહીં વસવાટ કરતા હતા. અસુરોનો ખૂબ જ ત્રાસ હતો. ખોડીયાર માતાજીએ અસુરોનો નાશ કરવા યુદ્ધ કર્યું હતું પણ રાક્ષસોને એવું વરદાન હતું કે એક લોહીનું ટીપું પડે તો અનેક રાક્ષસ તેમાંથી જ ઉત્પન્ન થતા. રાક્ષસનો સંહાર સ્વયં ખોડીયાર માતાએ અને તેમની બહેનોએ ખાંડણીમાં રાક્ષસોને ખાંડી નાખ્યા. ત્યારબાદ માતાજી પણ પોતે અશુદ્ધ થઈ ગયા હતા. આથી માતાજી પર અસરોના લોહીના છાંટા ઉડ્યા હતા.

ગળધરા ખોડીયાર કઈ રીતે પડ્યું
નામ રાક્ષસનો સંહાર કર્યા બાદ માતાજીએ પોતાના મનુષ્ય દેહને ધરામાં ગોળી નાખ્યો. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો હતો. જેથી મંદિરનું નામ પડ્યું ગળધરા લોક વાયદા મુજબ એમ કહી શકાય કે અહીં માતાજીનું મસ્તક બિરાજમાન છે. સૌરાષ્ટ્રના સંતોની ભૂમિ કહેવાતા આસ્થાને કેટલાક સંતો અને મહંતો અહીં માતાજીના દર્શન બાળકી સ્વરૂપમાં કર્યા છે.

નવઘણને માતાજી આપ્યા દર્શન
આઈ શ્રી ખોડીયાર માતાજીનું મૂળ નામ જાનબાઇ છે. કહેવાય છે કે, જુનાગઢના રાજા રા નવઘણને માતાજીએ સાક્ષત દર્શન આપ્યા હતા. નવઘણ ઈ.સ. 1025માં ખોડીયાર માની માનતાના કારણે પુત્ર જન્મયો હતો. જૂનાગઢના રાજાને વારસદાર આપનાર ખોડીયાર માતાજીને કુળદેવી તરીકે પૂજે છે. ધારીના લોકો માતાજીના દર્શને ખુલ્લા પગે ચાલતા આવે છે અને લાપસીની માનતા રાખે છે. ભક્તોની મા આશાઓ પૂર્ણ કરે છે તેમજ નવરાત્રીમાં આઠમના દિવસે સવારથી બપોર સુધી હવન અને પૂજા અર્ચના કરવામાં આવે છે.