એક કીડની વેચો અને બનો કરોડપતિ: આ રીતે સુરતમાં ચાલી રહી હતી કીડનીની કારોબારી- જાણો સમગ્ર મામલો

થોડા સમય અગાઉ રાજ્યના સુરત શહેરમાંથી કિડની કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડના મુખ્ય આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે, ભારતની અનેકવિધ જાણીતી હોસ્પીટલોના નામની ફેક વેબસાઇટ બનાવડાવીને કિડની વેચાણ કરવાથી 4 કરોડ રૂપીયા મળશે એવી જાહેરાતો કરાઈ હતી.

સોશિયલ મીડિયામાં જાહેરાત વાઈરલ કરીને RBIના નામના ફેક ઇ-મેઇલ આઇડીથી ભારતના તેમજ અન્ય દેશોના લોકોને અલગ અલગ ચાર્જ જણાવીને રૂપીયા પડાવતાં હતાં. આનાં વિશે એક યુવકે પોલીસ કમિશ્નરને રજૂઆત કરતા સમગ્ર મામલો સામે આવ્યાં પછી સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા એક આરોપીને પકડી પાડ્યો હતો.

આગળની તપાસ હાથ ધરીને મુખ્ય નાઇજીરીયન આરોપીને હરીયાણાથી પકડી પાડવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસના સાઈબર સેલના અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ સમગ્ર મામલાની હકિકત એવી છે કે, સુરતના નાનપુરાના યુવકે રૂપિયા 4 કરોડમાં કિડની વેચવામાં કુલ 14.78 લાખ ગુમાવવાની ઘટના સામે આવી હતી.

સોશિયલ મીડિયા મારફતે ઠગબાજોએ બેંગ્લોરની મનીપાલ હોસ્પિટલના ડોક્ટર હોવાની વાતો કરીને યુવકને વિશ્વાસમાં લઇને અલગ-અલગ ખર્ચ પેટે ટુકડે ટુકડો લાખો રૂપિયા પડાવી લીધા હતા. ભોગ બનનાર યુવકની આર્થિક તંગીને લીધે માનસિક તણાવમાં આવ્યો હતો.

કીડની વેચવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી હતી કે, જેનો ઠગબજોએ લાભ લઇને યુવકનો સંપર્ક કરી તેની અંગત જાણકારી મેળવીને રૂપિયા પડાવી લીધા હતા. યુવકે પોલીસ કમિશ્નરને આ અંગેની રજૂઆત કરતાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધીને આગળની તપાસ કરવામાં આવી હતી.

આ ગુનો ગંભીર હોવાને લીધે પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરના આદેશ પ્રમાણે ખાસ ટિમ બનાવી આરોપીને શોધી કાઢવા માટેના પ્રયાસ કરાયા હતાં કે, જેમાં ઓનલાઇન ફેક વેબસાઇટ બનાવીને તેમાં કીડની વેચાણ કરવાથી 4 કરોડ રૂપીયા મળશે તેવી લોભામણી લલચામણી ઓફરો મુકીને તેમાં મોબાઇલના વોટ્સએપ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.

મોબાઇલ નંબર પર સંપર્ક કરતા ફોન પર હાજર લોકોએ પોતાની ઓળખાણ ડો.શીલ્પા કુમાર, મનીપાલ હોસ્પીટલ, બેંગ્લોર તરીકેની આપી હતી. આની સાથે જ RBIનું ફેક ઇ-મેઇલ આઇડી બનાવ્યું હતું. રૂચીર સોનકર, રીઝનલ મેનેજર, રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા નામનો ખોટો ઉપયોગ કરીને ખોટા દસ્તાવેજ બનાવ્યું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.

આરોપી મૂળ પશ્ચિમ આફ્રિકાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. એણે પુર્વ આયોજીત કાવતરૂ રચીને ફરીયાદીને કીડની વેચવાથી 4 કરોડ રૂપીયા મળશે તેવી લોભામણી લલચામણી વાતો કરીને કીડની આપ્યા પહેલા 2 કરોડ રૂપીયા બેંક એકાઉન્ટમાં આવશે તેવુ પણ કહ્યું હતું.

જો કે, તેના પહેલા ટોટીએ વોટ્સએપ કોલ અને ઇ-મેઇલ દ્વારા ચાર્જ ભરવાનું જણાવીને ફરીયાદીની પાસેથી 14 લાખ રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતાં. જેને લીધે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં દાખલ થયેલ પાર્ટ A ગુ.ર.નં. . 11210062210026 ઇ.પી.કો. કલમ-406, 419, 420, 465, 120(બી) અને આઇ.ટી.એક્ટ કલમ- 66(સી), 66(ડી) મુજબના ગુનામાં તેની ધરપકડ કરાઈ હતી. જેની પૂછપરછમાં આ સમગ્ર ઘટનાને અંજામ આપનાર અન્ય એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *