પહેલા બોલરે લીધી હેટ્રિક, તેની બીજી જ ઓવરમાં છ બોલમાં પડી છ સિક્સર- જુઓ ધુલાઈનો વિડીયો

વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન કિરોન પોલાર્ડે વર્ષો પછી બીજીવાર ઈતિહાસ રચી દીધો છે. આજથી 14 વર્ષ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુવરાજ સિંહે એક ઓવરમાં 6…

વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન કિરોન પોલાર્ડે વર્ષો પછી બીજીવાર ઈતિહાસ રચી દીધો છે. આજથી 14 વર્ષ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુવરાજ સિંહે એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. અને આ રેકોર્ડની બરાબરી કોઈ નહોતું કરી શક્યું પણ આજે વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન કિરોન પોલાર્ડે આ શક્ય કરી બતાવ્યું છે. 33 વર્ષીય કેરેબિયન ક્રિકેટરે શ્રીલંકા સામે એન્ટિગામાં પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારી અનોખો વિક્રમ સર્જ્યો છે. અને હાલમાં બે જ એવા ખેલાડી છે જે આ સિદ્ધિ હાંસલ કેઈ શક્યા છે.

પોલાર્ડ ટી-20 આંતરરાષ્ટ્રીય ઇતિહાસમાં આ સિદ્ધિ હાંસલ કરનારો બીજો બેટ્સમેન બન્યો છે. સૌ પ્રથમ, આ સિદ્ધિ ભારતના યુવરાજસિંહે કરી હતી. 2007 ટી-20 વર્લ્ડ કપ દરમિયાન તેણે ઇંગ્લેન્ડ સામેની મેચમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ આ ભારતીય ઓલરાઉન્ડરે ગ્રુપ મેચ દરમિયાન સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 36 રન કર્યા હતા.

અહિયાં ખાસ વાત તો એ છે કે, પોલાર્ડએ જેની ઓવરમાં છ સિક્સ મારી હતી, એ જ બોલરે એક ઓવર પહેલા એકસાથે સળંગ ત્રણ વિકેટો ઝડપી લીધી હતી અને વેસ્ટ ઇન્ડીઝને મુશ્કેલીમાં મૂકી દીધું હતું અને આ જ સમયે સુકાની કિરોન પોલાર્ડેએ છ બોલમાં છ સિક્સ ફટકારી મેચને પોતાના હાથમાં પાછી લીધી હતી. આ ઇનિંગ્સમાં હેટ્રિક લેનાર અકિલા ધનંજયની એક ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન પોલાર્ડે 6 સિક્સર ફટકારી હતી. રસપ્રદ વાત એ છે કે તેણે સતત ત્રણ બોલમાં ઇવિન લુઇસ, ક્રિસ ગેલ અને નિકોલસ પૂરણને આઉટ કર્યા હતા. પરંતુ પોલાર્ડના ઉતરતાની સાથે જ તેનો શ્રી લંકાને પરસેવો છુટી ગયો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં છ સિક્સર લગાવનાર પોલાર્ડ ત્રીજો બેટ્સમેન બન્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, સાઉથ આફ્રિકાના હર્ષેલ ગિબ્સે પણ 2007ના વનડે વર્લ્ડ કપમાં એક ઓવરમાં 36 રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. ગિબ્સે નેધરલેન્ડના બોલર ડેન વેન બુંજેના તમામ 6 બોલમાં સિક્સર ફટકારી હતી.

પોલાર્ડના 6 બોલમાં 6 સિક્સરના રેકોર્ડ પર ટ્વીટ કરતા યુવરાજસિંહે લખ્યું છે કે, પોલાર્ડનું છ બોલમાં છ સિક્સરના ક્લબમાં સ્વાગત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *