પરિવારમાં જ ખેલાયો ખૂની ખેલ- અમદાવાદમાં જન્મ આપનારી માતાએ જ પુત્ર-પુત્રી સાથે મળીને નાના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ(Ahmedabad): હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધતી જાય છે. એવામાં અમદાવાદમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહીના જુહાપુરા(Juhapura) વિસ્તારમાં 36 વર્ષીય યુવકની હત્યા તેની જ માતા, બહેન અને ભાઈ દ્વારા કરવામાં આવી છે. જેમાં વેજલપુર પોલીસે(Vejalpur Police) આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો. જેમાં રેશમા બાનુ પઠાણ, મોહંમદસાન શેખ અને ખાતુનબીબી શેખ નામના ત્રણ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓએ ભેગા મળીને 36 વર્ષીય ઈર્શાદ નામના યુવકની હત્યાને અંજામ આપ્યો છે. મૃતક અન્ય કોઈ નહીં પરંતુ આજ આરોપીઓના પરિવારનો સભ્ય છે. પકડાયેલા આરોપીઓમાં મૃતકનો સગો ભાઈ અને બહેન અને માતા છે. ઘટનાની જાણ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

જાણકારી મળી આવી છે કે, ત્રણ દિવસ પહેલા મૃતક ઈર્ષાદે પોતાની મોટી બહેન રેશમાંના ઘરે જઈ તકરાર કરી ઘરના અને વાહનોના કાચ તોડી નાખી બહેનની દીકરીના માથામાં પથ્થર પણ માર્યો હતો. તેથી મૃતક સામે તેના જ બનેવીએ ફરિયાદ નોંધાવી હતી. આ પછી 3 જૂનના રોજ સાંજના સમયે આ ઝઘડાના સમાધાન માટે પરિવારજનો એકઠા થયા હતા.

આ દરમિયાન ઇર્ષાદ અચાનક જ ઉશ્કેરાઈ ગયો હતો. તેથી ગુસ્સામાં ને ગુસ્સામાં ઇર્ષાદએ તેની બહેન અને માતા પર છરીથી હુમલો કર્યો હતો. જેથી તેની માતા બહેન દ્વારા તેને પકડી લઈ તેની પાસેની છરીથી તેના ગળા પર ઘા મારી દીધા હતા. જેથી ઇર્ષાદનું ત્યાં જ મોત નીપજ્યું હતું. તેમજ આ ઘટનામાં ઝપાઝપીમાં આરોપીઓને પણ ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે મૃતક ઇર્ષાદનું મોત નીપજતા હત્યાના ગુનાની ફરિયાદ તેની મોટી બહેન નાજનીને વેજલપુર પોલીસ મથકે નોંધાઈ હતી.

આ ગુનામાં પોલીસે મૃતકની માતા તેના ભાઈ અને બહેનની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઈર્શાદ શાહના લગ્ન ન થયા હોવાથી અવારનવાર તે માતા અને બહેન સાથે લગ્ન બાબતે ઝઘડો કરતો હતો અને તે જ બાબતને લઈને પરિવારમાં ઘણા સમયથી તકરાર ચાલતી હતી. જોકે આ તકરારમાં યુવકનું મોત નિપજ્યું હતું અને પરિવારજનો હત્યારા બની ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *