હેવાન પતિએ પત્ની અને બે બાળકોને હથોડાના ઘા ઝીંકી ઉતર્યા મોતને ઘાટ- ઘરનો દરવાજો ખોલ્યો ત્યાં આખું ઘર લોહીલુહાણ

હાલમાં એક એવો આશ્ચર્યજનક કેસ સામે આવ્યો છે જેમાં ટાટા સ્ટીલના ફાયર વિભાગમાં કામ કરતા દીપક કુમારે તેમના નિવાસ સ્થાને ચાર લોકોની હત્યા કરી હતી.…

હાલમાં એક એવો આશ્ચર્યજનક કેસ સામે આવ્યો છે જેમાં ટાટા સ્ટીલના ફાયર વિભાગમાં કામ કરતા દીપક કુમારે તેમના નિવાસ સ્થાને ચાર લોકોની હત્યા કરી હતી. અને તેના એક મિત્ર અને તેમજ પત્નીને ઈજા પહોંચાડી હતી અને ભાગી ગયો હતો. હાલ પોલીસ દીપકની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે. જાણવા મળ્યું છે કે, દિપક તેની બુલેટ લઇને ફરાર થયો છે.

આ હત્યાકાંડમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે કે, કેમ પત્ની અને બાળકની હત્યા કર્યા પછી શિક્ષકની હત્યા કરીને મૃતદેહને પલંગના બોક્સમાં શા માટે છુપાવી દીધો? શિક્ષિકા દીપકને હત્યા કરતી વખતે જોઈ ગઈ હતી અને આ કારણથી દીપકે તેની પણ હત્યા કરી હોવાની શક્યતા છે. હવે દિપકની ધરપકડ થયા બાદ જ આ સમગ્ર મામલો જાણી શકાશે.

મળતી માહિતી મુજબ, ચાર લોકોની નિર્દયતાથી ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. ટાટા સ્ટીલની ફાયર બ્રિગેડનો કર્મચારી દીપક કુમાર આ હત્યાનો આરોપી છે. સોમવારે બપોરે તેની પત્ની વીણા કુમારી અને તેના બે બાળક તેમજ ટ્યુશન શિક્ષક રિંકી ઘોષની હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે.

આ ઘટના બાદ જ્યારે રોશનસિંહ તેની પત્ની સાથે ઘટના સ્થળ પર પહોંચ્યો ત્યારે દીપકે તેના પર અને તેની પત્ની પર હથોડીથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. હાલ રોશન અને તેની પત્ની ટીએમએચ હોસ્પિટલમાં દાખલ છે. આ વાત મળતાની સાથે જ એસએસપી અને સિટી એસપી સુભાષચંદ્ર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરુ કરી હતી.

પોલીસને સાંજે 4 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ બાદ દિપક દરેક મૃતદેહને ઓરડામાં બંધ કરીને બહારથી લોક કરીને તેની બુલેટ લઈને ભાગી ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે દરવાજો તોડી અંદર ગઈ હતી. અંદર બધાની લાશ પડી હતી. રિંકીનો મૃતદેહ આગળના બેડરૂમમાં પલંગના બોક્સમાં હતો.

જાણવા મળ્યું છે કે, સાંજે 6 વાગ્યે પોલીસને બાતમી મળી હતી કે હત્યા થઈ છે. ઘટના સ્થળે આવીને જોયુ તો કુલ ચાર મૃતદેહ મળી આવ્યા છે. દિપકકુમાર હાલ ફરાર છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે અને જલ્દી દીપકની ધરપકડ કરવામાં આવશે.

પરીવારના સભ્યોનું કહેવું છે કે, ટ્યુશન શિક્ષક રિંકી દિપકના ઘરે સવારે 11 વાગ્યે ટ્યુશન કરાવવા ગઈ હતી. જ્યારે તે રાત્રે સાડા બાર વાગ્યા સુધી તેના ઘરે ણ આવી તો ઘરના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. બાદમાં પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, રિંકી છેલ્લા બે વર્ષથી દીપકના બાળકોને ભણાવી રહી હતી. આ કિસ્સો જમશેદપુરમાંથી સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *