કીમ જોંગ ઉને લગાવ્યો હોટ ડોગ ખાવા પર પ્રતિબંધ, કારણ જાણી હસવું આવશે…

Kim Jong Un: આજકાલ અમેરિકાના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ હોટ ડોગના નોર્થ કોરિયાના લોકો દિવાના બની ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે ખૂબ લોકપ્રિય થયું છે. આ દરમિયાન ઉત્તર કોરિયાના (Kim Jong Un) તાનાશાહ કીમ જોંગ ઉનએ હોટ ડોગ પર દેશમાં પ્રતિબંધ લગાવી દીધો છે. આના પાછળ જે કારણ આપવામાં આવ્યું તે મજેદાર છે.

ઉત્તર કોરિયાના તાનાશા કીમ જોંગ ઉનએ દેશમાં હોટ ડોગ ખાવા અને વેચવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તેણે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવને રોકવા માટે આ પગલું ભર્યું છે. હવે જો કોઈ વ્યક્તિ હોટ ડોગ બનાવતા અથવા વેચતા પકડાઈ જશે તો તેને જેલ ભેગો કરવામાં આવશે.

હોટ ડોગ પર પ્રતિબંધ શા માટે?
કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રતિબંધ દક્ષિણ કોરિયાથી પ્રેરિત અમેરિકા બુદાએ-જીગેના વધતા ચલણને કારણે લગાવ્યો છે. તેમાં હોટ ડોગ અને સ્પેમ જેવા માસનો ઉપયોગ કરવામાં આવે છે. એક રીતે જોઈએ તો તે પણ એક હોટ ડોગ જ છે. 1950માં કોરિયન યુદ્ધ દરમ્યાન અમેરિકન સૈનિકો દ્વારા છોડવામાં આવેલ માસના ઉપયોગથી તેને બનાવવામાં આવે છે.

સ્ટ્રીટ વેન્ડરો ને ચેતવણી
ઉત્તર કોરિયામાં આ વ્યંજન 2017 આસપાસ લોકપ્રિય થયું હતું. પરંતુ હવે તેને પુંજીવાદી સંસ્કૃતિનું પ્રતિક માનતા તેના પર સંપૂર્ણ પ્રકારે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉત્તર કોરિયાના ઉત્તર ભાગમાં એક વિક્રેતાએ જણાવ્યું કે બજારમાં બુદાય જિગે વેચવાનું બંધ થયું છે. અધિકારીઓએ જાહેરાત કરી છે કે જો કોઈ વ્યક્તિ હોટ ડોગ વેચતા પકડાઈ ગયો તો તેની દુકાન બંધ કરાવવામાં આવશે.

આ સિવાય પણ દેશમાં અન્ય પણ પ્રતિબંધો છે
ઉત્તર કોરિયામાં પશ્ચિમ અને દક્ષિણ કોરિયા સંસ્કૃતિના પ્રભાવને રોકવા માટે ઘણા કડક પગલાં ઉઠાવવામાં આવ્યા છે. આ પગલાઓમાં પારપારિક વ્યંજન અને રીતીરિવાજને પ્રોત્સાહન આપવા માટે તેમજ બહારની સંસ્કૃતિનો પ્રભાવ દૂર કરવા માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે. વિશેષજ્ઞ માને છે કે આ પ્રતિબંધનો હેતુ જનતા પર નિયંત્રણ રાખવા અને વિદેશી સંસ્કૃતિના પ્રવેશને રોકવાનો છે. આ નોર્થ કોરિયાની સરકારની કઠોર નીતિ તરફ નું એક અન્ય ઉદાહરણ છે.