કિંગ ખાન એટલે કે શાહરૂખ (Shah Rukh) ખાનની જેમ તેની પુત્રી સુહાના ખાન (Suhana Khan) પણ આજકાલ ખુબ હેડલાઈન્સમાં રહે છે. તેનો પાર્ટી લુક ચાહકોના દિલ જીતી લે છે, ત્યારે તેનો નો મેકઅપ લુક ચર્ચાનો વિષય બન્યો છે. આ દરમિયાન ફરી એકવાર સુહાના ખાનનો લુક ચર્ચામાં આવ્યો છે.
વાસ્તવમાં, સુહાના થોડા સમય પહેલા પાપારાઝીના કેમેરામાં એરપોર્ટ પર જોવા મળી હતી, જેમાં તે આ વખતે મેકઅપ વગર નહીં પરંતુ લાઇટ મેકઅપમાં એરપોર્ટ પહોંચી છે.સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં તે એરપોર્ટ પર જોવા મળી રહી છે.
આ દરમિયાન તે પાપારાઝી માટે પોઝ આપતી પણ જોવા મળી હતી. સુહાના ખાન ગ્રે ક્રોપ ટોપ અને ટ્રાઉઝર પહેરીને ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. તે જ સમયે, આ આઉટફિટ સાથે તેનો લાઇટ મેકઅપ લુક ખૂબ જ લોકપ્રિય બન્યો છે.
આ દિવસોમાં ઈન્ડસ્ટ્રીમાં ન્યૂડ મેકઅપ અને નો મેકઅપ લુકની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તે જ સમયે, આ લિસ્ટમાં સુહાના ખાનનો લુક પણ ચર્ચામાં આવ્યો છે. એરપોર્ટ પર સુહાના ખાનના લુક ઉપરાંત તેની સ્માઈલની પણ ચર્ચા થઈ રહી છે. એક ચાહકે વીડિયો પર લખ્યું, હવામાન પણ ખુશનુમા બની ગયું છે.
View this post on Instagram
જ્યારે બીજાએ લખ્યું, તે મીડિયાને જોઈને હંમેશા હસતી રહે છે. આ સિવાય ચાહકોએ હાર્ટ અને ફાયર ઇમોજી શેર કર્યા છે, જે દર્શાવે છે કે ચાહકો તેમને કેટલો પ્રેમ કરે છે.
વર્ક ફ્રન્ટ પર, સુહાના ખાન અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાની સાથે નેટફ્લિક્સ ફિલ્મ ધ આર્ચીઝ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. આ સિવાય ખુશી કપૂર અને વેદાંગ રૈના પણ ઝોયા અખ્તરની ફિલ્મમાં જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.