હાર્દિકે કહ્યું- મારા લગ્નમાં 100 કરોડ ખર્ચીશ… પાસના કન્વીનરોને આમંત્રણ ન મળતા નારાજ…

હાર્દિક પટેલ ફરી એક વાર સમાચારોમાં છે પણ આ વખતે તે તેના આંદોલન કે અનામતના કારણે નહીં પણ પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં આવ્યો છે. હાર્દિક…

હાર્દિક પટેલ ફરી એક વાર સમાચારોમાં છે પણ આ વખતે તે તેના આંદોલન કે અનામતના કારણે નહીં પણ પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં આવ્યો છે. હાર્દિક પટેલ કિંજલ દિલિપભાઇ પરીખ નામની તેની બાળપણની મિત્ર અને પ્રેમિકા સાથે આવતી 27મી જાન્યુઆરી પ્રજાસત્તાકદિન ના દિવસે લગ્ન કરવા જય રહ્યો છે. સૌ કોઈ પાટીદારો આ કિંજલ કોણ છે, પાટીદાર છે કે નહીં, ક્યાંથી છે તેની માહિતી મેળવવા આતુર છે તે રહસ્ય પરથી આજે અમે તમને એક્સક્લુઝિવ માહિતી આપીશું.

હાર્દિકની નજીકના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર અહેવાલ મુજબ હાર્દિક અને કિંજલના લગ્ન દિગસર ગામમાં આવેલ હાર્દિકના કુળદેવી બહુચર અને મેલડી માતાના મંદિરે યોજાશે જે બાદ પતિ પત્ની બનેલા હાર્દિક અને કિંજલ તેમના મૂળવતન વિરમગામ પરત ફરશે. આ અંગે હાર્દિકના પિતા ભરત પટેલે કહ્યું કે, ‘વિરમગામ તાલુકાના ચંદનનગરી ગામમાં અમે એક જ શેરીમાં રહેતા હોવાથી હાર્દિક અને કિંજલ બંને એકબીજાને નાનપણથી ઓળખે છે. જેથી કિંજલના માતા-પિતા અને અમે આગામી 27 જાન્યુઆરીના રોજ બંનેના લગ્ન કરાવવાનું નક્કી કર્યું છે.’

કિંજલ અંગે મળેલી માહિતી અનુસાર કિંજલ મૂળ સુરત સ્થાયી થયેલી છે. સુરતના કતારગામ વિસ્તારમાં કિંજલનો પરિવાર રહે છે. જ્યાં હાર્દિક અવારનવાર સુરત આવે ત્યારે તેને મળવા જઈ આવ્યો છે. હાર્દિક પોતાના વ્યસ્ત ક્રાયક્રમો માં પણ કિંજલ સાથે જોડાઈ રહેવા અલગથી મોબાઈલ ફોન રાખીને જોડાયેલો રહેતો હતો. કિંજલ હાલમાં ગાંધીનગરમાં ગુજરાત યુનિવર્સીટીમાં LLB નો અભ્યાસ કરી રહી છે. કિંજલ સુરતમાં પરિવાર સાથે આલીશાન શુકન હાઈટ ફ્લેટમાં રહે છે.

હાર્દિક પોતાના કલકત્તા પ્રવાસેથી પાર્ટ ફર્યો ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પત્રકારો સાથેની લગ્ન બાબતની વાતચીતમાં કહ્યું હતું કે, પરિવારે જે રીતે નક્કી કર્યું હશે તે પ્રમાણે હું કરીશ. હાર્દિક કેવી રીતે લગ્ન કરશે તે અંગે પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે મારી બહેનના લગ્નમાં મે 50 કરોડનો ખર્ચો કર્યો તેવી અફવા ઉડી હતી. તો હું પણ મારા લગ્નમાં 100 કરોડનો ખર્ચો કરીશ તેવું હસતા-હસતા હાર્દિક બોલ્યો હતો. જોકે પ્રાથમિક જાણકારી અનુસાર હાર્દિક પોતાના લગ્ન સાદાઈથી કરી શકે છે અને ભવ્ય રિસેપશનમાં રાજકીય નેતાઓ ને આમન્ત્રણ આપીને રાજકારણમાં ગરમાવો ઉભો કરી શકે છે.

હાર્દિક પોતાની બાળપણની મિત્ર કિંજલ પરિખ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મૂળી તાલુકાના દિગસર ગામે લગ્નગ્રંથી એ બંધાશે. પાટીદારો માં મોટો પ્રશ્ન છે કે કિંજલ પાટીદાર છે કે નહિ. તો આ બાબતે હાર્દિકના પિતાશ્રી એ જણાવ્યું છે કે કિંજલ પાટીદાર જ છે અને આ આંતરજ્ઞાતિય લગ્ન નથી.

લગ્ન ના આમંત્રણ બાબતે પાસના અન્ય નેતાઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું છે કે હાર્દિકના આ નિર્ણય અંગે કોઈને જાણ નથી અને સાથે સાથે અમને કોઈને લગ્નનું આમંત્રણ પણ નથી મળ્યું. પાસના કોર કમિટીના મેમ્બરોએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે. આ બાબતે પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણીયા સાથે ની વાતચીતમાં તેમણે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે આ નિર્ણય 10 દિવસ અગાઉ જ લેવાય ગયો હતો અને હાર્દિકના પરિવારે જ તેમને આ જાણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *