ગુજરાતમાં મહિલાઓ બાદ હવે કિન્નરો પણ અસુરક્ષિત- નરાધમે કિન્નરને બનાવ્યા હવસનો શિકાર

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં સતત ઝડપથી ફેલાઈ રહી છે. આની સાથે જ રાજ્યમાંથી મ્હીલોની સાથે થઈ રહેલાં શારીરિક તથા માનસિક અત્યાચારની પણ ઘણી ઘટનાઓ…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં સતત ઝડપથી ફેલાઈ રહી છે. આની સાથે જ રાજ્યમાંથી મ્હીલોની સાથે થઈ રહેલાં શારીરિક તથા માનસિક અત્યાચારની પણ ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે.

અમદાવાદ શહેરમાં યુવતી તેમજ કિશોરી અસલામત રહે છે એવી ઘણી ઘટના સામે આવતી હતી પરંતુ હવે તો કિન્નરો પણ અમદાવાદમાં અસલામત હોવાની ઘટના સમર આવી રહી છે. અમદાવાદ શહેરમાં આવેલ રામોલમાં બીજાં યુવાનની સાથે મિત્રતા રાખવી કિન્નરને ખુબ જ ભારે પડી છે.

મિત્રતાનો ફાયદો ઉઠાવીને યુવાને કિન્નરની સાથે જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને લૂંટ ચલાવતાં પોલીસે આ શખ્સની ધરપકડ કરી લીધી છે.રામોલ પોલીસનાં હાથમાં સાગર પંચાલ નામનો શખ્સ આવી ગયો છે. તેની વિરુદ્ધ એક કિન્નરે ફરિયાદ પણ દાખલ કરાવી છે, કે તે સાગર પંચાલને છેલ્લા કુલ 8 મહિનાથી ઓળખે છે તથા બંને ઘણીવાર મળતાં પણ હતાં.

રવિવારનાં રોજ મોડી રાત્રે સાગરે આ કિન્નરને સિવિલ હોસ્પિટલની નજીક બોલાવી હતી તમજ ત્યાંથી તે એને વસ્ત્રાલ RTO નજીક લઈ પણ ગયો હતો. જ્યાં સાગરે એનાં કોઈક મિત્રને બોલાવ્યો હતો. ત્યારપછી સાગર કિન્નરને એનાં મિત્રનાં ઘરે પણ લઈ ગયો હતો.

જો, કે અહી સાગરે કિન્નરને સોફ્ટ ડ્રિંક આપતાં તેમણે પીધા પછી એની તબિયત પણ લથડી ગઈ હતી. કિન્નરે સાગરને એમનાં ઘરે મૂકવા માટે પણ જણાવ્યું હતું, પણ સાગર કિન્નરને એકટીવા પર જ વસ્ત્રાલમાં જુદી-જુદી જગ્યાએ ફેરવતો રહ્યો હતો.

ત્યારપછી એક કોમ્પલેક્ષની નીચે લઈ જઈને કિન્નરને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી તથા મુખમૈથુન પણ કરાવ્યું હતું તથા ત્યારપછી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. ત્યારપછી આરોપી સાગર કિન્નરને રીંગ રોડ પર આવેલાં ભારત પેટ્રોલ પંપની ગલીમાં લઈ ગયો હતો તથા ત્યાં કિન્નરની સોનાની ચેઇન રોકડ તથા બુટ્ટી પડાવીને ભાગી ગયો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ કિન્નર દ્વારા પોલીસને કરતાં જ રામોલ પોલીસે ગણતરીનાં સમયમાં જ આરોપી સાગરની ધરપકડ પણ કરી લીધી હતી.પોલીસનું એવું પણ જણાવવું છે, કે કિન્નરની સામે પહેલાં ફરિયાદો શહેરનાં કોઈ પોલીસ સ્ટેશનમાં થઈ છે.

તેણે પણ બીજાં વ્યક્તિઓની સામે ઘણી ફરિયાદો પણ કરી છે. પોલીસ આ મામલે કાર્યવાહી પણ કરી રહી છે, ત્યારે પોલીસ એ પણ તપાસ કરશે કે આ કિન્નરે દર્શાવેલ ઘટના સાચી છે કે ખોટી. જો, કે આવનારા દિવસોમાં જ કાર્યવાહી પછી આ પ્રશ્નો પરથી પડદો પણ ઉચકી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *