સુરત(Surat): શહેરમાં આવેલ કિરણ હોસ્પીટલ(Kiran Hospital)માં મિશન હેલ્થકેર અંતર્ગત વિધવા બહેનો માટે આરોગ્ય સહાય યોજના(Health Assistance Scheme) હેઠળ સહાય પૂરી પાડવામાં આવશે. કિરણ હોસ્પિટલ દ્વારા 2000 વિધવા બહેનો અને તેના પરિવાર આરોગ્ય સહાય યોજનાનો લાભ લઇ શકશે.
આ યોજના હેઠળ વિધવા બહેનો અને તેના બાળકોને રૂપિયા 5 લાખના ખર્ચ સુધી ફક્ત 10% ટોકન ચાર્જમાં જ હોસ્પિટલ સેવા આપવામાં આવશે. સાથે જ આ યોજના અંતર્ગત હોસ્પિટલ બીલમાં ડિસ્કાઉન્ટ રૂપે 90% સહાય મળશે.
આરોગ્ય સેવા યોજના હેઠળ આ મુજબની સેવામાં સહાય મળવા પાત્ર થશે:
ઓ.પી.ડી, આઈ.પી.ડી, પેથોલોજી અને રેડિયોલોજી રીપોર્ટ, ઓપરેશન, આઈસીયુ, કેન્સર વિભાગને લગતી તમામ સારવાર અને હેલ્થ ચેક અપ જેવી સેવામાં જ આ સહાય મળવા પાત્ર છે.
વિધવા બહેનો પરિવારને આ આરોગ્ય સહાય યોજનામાં જોડાવા માટેના નિયમો:
જણાવી દઈએ કે, આ યોજના ફક્ત વિધવા બહેનો માટે જ છે. પ્રથમ બાળકની ઉંમર 20 વર્ષથી નાની હશે તે વિધવા બહેન જ આ યોજનાનો લાભ લઇ શકશે.
આ પુરાવવા ફરજીયાત આપવાના રહેશે:
આ યોજનામાં અરજી કરવા માટે વિધવા બહેનના આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી, લગ્નના દાખલાની ઝેરોક્ષ કોપી, પતિના મરણના દાખલાની ઝેરોક્ષ કોપી, બાળકોના જન્મના દાખલાની ઝેરોક્ષ કોપી આ તમામ પુરાવા ઓરીજીનલ સાથે બતાવવાના રહેશે.
આ ફોર્મની સાથે વિધવા બહેન અને તેના બાળકોના પાસપોર્ટ સાઈઝના ફોટા પણ જમા કરાવવાના રહેશે. સાથે રેશનીગ કાર્ડની ઝેરોક્ષ પણ લાવવાની રહેશે. આરોગ્ય સહાય યોજના અંતર્ગત આ તમામ ડોક્યુમેન્ટ ફરજીયાત બતાવવાના રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.