નજીવી બાબતે પત્રકારને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારો અને મૃતદેહ સાથે જે કર્યું…

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના સહારનપુર (saharanpur) જીલ્લામાં વાહનને ઓવરટેક કરવાના આરોપમાં કેટલાક લોકોએ એક પત્રકાર (journalist) ને માર માર્યો હતો. સુધીર સૈની (sudhir saini) શાહ ટાઈમ્સ નામના અખબારમાં પત્રકાર હતા. બુધવારએ 26 જાન્યુઆરીએ સુધીર ચિલકાના રોડ પર પોતાની મોટર સાઇકલ પર સહારનપુર આવી રહ્યો હતો. આ દરમિયાન સુધીરની ઓવરટેકિંગને લઈને કારમાં સવાર ત્રણ યુવકો સાથે બોલાચાલી થઈ હતી. કારમાં બેઠેલા યુવકોએ સુધીર સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. અને મારપીટ દરમિયાન જ પત્રકારનું મોત થયું હતું.

પોલીસને માહિતી મળતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પત્રકારના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે.

ઘટના અંગે માહિતી આપતાં સહારનપુર પોલીસે જણાવ્યું કે,“સુધીર સૈની સહારનપુરના ચિલકાનાનો રહેવાસી હતો. તે પોતાની બાઇક પર ચિલકાના રોડથી સહારનપુર તરફ જઈ રહ્યો હતો. તેની સાથે એક અલ્ટો કાર પણ આવી રહી હતી, જેમાં ત્રણ લોકો સવાર હતા. ઓવરટેક કરવા બાબતે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. કારમાં બેઠેલા લોકોએ સુધીરને માર માર્યો હતો. હુમલા દરમિયાન સુધીરને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પોલીસ તરફથી જાણવા મળ્યું છે કે, સુધીરના મૃત્યુ બાદ કારમાં સવાર લોકો ત્યાંથી ભાગી ગયા હતા. પરંતુ કેટલાક લોકોએ કારનો નંબર નોંધ્યો હતો. જે બાદ તેની ઓળખ થઈ હતી અને કાર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગળની કાર્યવાહી ચાલુ છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓના નામ જહાંગીર અને ફરમાન છે. ત્રીજા ફરાર આરોપીનું નામ મન્નાન છે. આ તમામ સામે આઈપીસીની કલમ 302 હેઠળ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

એવું પણ સામે આવ્યું છે કે, પત્રકારની હત્યા કર્યા બાદ આરોપીઓએ તેની લાશ નજીકના પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધી હતી. આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો ઉંડા પાણીના ખાડામાંથી પત્રકાર સુધીર સૈનીના મૃતદેહને બહાર કાઢતા જોવા મળે છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારના પત્રકારો અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સહારનપુરના એસએસપી આકાશ તોમરે કહ્યું કે પોલીસ સુનિશ્ચિત કરશે કે આ મામલે ઝડપી કાર્યવાહી કરવામાં આવે. હાલ પોલીસ પત્રકાર સુધીર સૈનીના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *