સુરત: કિરણ હોસ્પિટલની ઘોર બેદરકારીને કારણે બે વર્ષની માસુમ દીકરીને જીવ ગુમાવવો પડ્યો

હાલમાં કોરોના મહામારીની વચ્ચે ગુજરાતમાં આવેલ ડાયમંડ સિટી સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. સુરતનાં કતારગામ વિસ્તારમાં આવેલ કિરણ હોસ્પિટલની એક મોટી બેદરકારી સામે આવી છે. ફક્ત 2 વર્ષીય આર્મી નામની જીવિત બાળકીને બ્રોડ ડેડ લખી સ્મીમેરમાં દામા ડીસ્ચાર્જ કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી રહી છે.

જ્યારે બાળકીની સિવિલ હોસ્પિટલમાં અડધો કલાક સારવાર થયા પછી બાળકીનું મોત થયું હતું. કતારગામમાં આવેલ શાસ્ત્રી નગરમાં રહેતા અરવિન્દભાઈ પાંડવની 2 વર્ષની દીકરી આર્મી 19 ડિસેમ્બરે ઘરમાં દાદર પરથી પટકાઈ ગઈ હતી. ગંભીર રીતે ઈજા પામેલ આર્મીને કિરણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

રાત્રે 10 વાગ્યે ડોક્ટરોએ કેસ પેપર પર બ્રોડડેડ તથા દામા ડિસ્ચાર્જ લખીને સ્મીમેર રીફર કરી દીધી હતી પરંતુ પરિવારજનો તેને સિવિલમાં લઈ આવ્યા હતાં. રાત્રે 11:20 વાગ્યે સિવિલ મેડિકલ ઓફિસર ડો.વૈદર્ભી પટેલે બાળકીનું હૃદય ચેક કર્યું તો ચાલી રહ્યું હતું. ત્યારપછી સારવાર કરવામાં આવી હતી.

જેમાં વેન્ટીલેટર પર સારવાર વખતે રાત્રે 11:50 વાગ્યે માસુમ આર્મીનું મોત થયું હતું. ડો. વૈદર્ભીએ કહ્યું હતું કે, બાળકીના માથામાં ઈજા તેમજ મોંમાંથી લોહી વહેતુ હોવાની સાથે હૃદય ચેક કર્યુ તો ધબકારા ચાલી રહ્યા હતા. જેને કારણે મે તેને તરત જ સર્જરી તથા ENT વિભાગના ડોકટરોને જાણ કરી સારવાર શરુ કરાવી હતી.

જેમાં ઈન્ટરનલ હેમરેજને લીધે બાળકીના હૃદયમાં લોહી જામી ગયુ હોવાથી બાળકીનું મોત થયું હતું. કિરણ હોસ્પિટલે કેસ પેપર પર જે રીતે ડિટેલ્સ મેંશન કરી છે તે મારી સમજની બહાર છે.

બ્રોડડેડ હોવાનું તબીબોએ જણાવ્યું ન હતું:
આર્મીના પિતા અરવિંદભાઈએ કહ્યું હતું કે, મારી દીકરી દાદર પરથી પડી જતા કિરણ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સિટી સ્કેન કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે, બાળકીની હાલત ગંભીર છે. હ્રદય બરાબર રીતે કામ કરતું ન હોવાંથી ICUમાં દાખલ થવું પડશે તેમજ ખર્ચ પણ વધારે થશે એટલે ડિપોઝીટ જમા કરાવવી પડશે. આવા સમયે મારી પાસે એટલા પૈસા ન હોવાને કારણે એમણે સ્મીમેર રીફર કરી દીધું પરંતુ અમે સિવિલમાં લઈ આવ્યા હતા. કેસ પેપર પર બ્રોડ ડેડ લખ્યું છે કે, જે કિરણના ડોક્ટરોએ અમને જણાવ્યું ન હતું.

રિવાઈવ કર્યા પછી રિફર કરી હતી:
કિરણ હોસ્પિટલના ડો. મેહુલ પંચાલે કહ્યું હતું કે, બાળકી બ્રોડડેડ કન્ડિશનમાં હતી. CPR તથા 3-3 વખત શોક આપ્યા પછી બાળકીને રિવાઈવ કરવામાં આવી હતી. ત્યારપછી બાળકીને દાખલ કરવાની જરૂર હતી પરંતુ આર્થિક કારણોસર તેઓ રજા લેવા માંગતા હોવાને કારણે સ્મીમેરમાં રીફર કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *