લોકડાઉનમાં કોરોના વોરિયર્સની અનેક સ્ટોરીઓ સામે આવી છે. લોકો નિસ્વાર્થ ભાવે કોરોના સામે લડી રહ્યા છે. આવી જ એક સ્ટોરી મુંબઈના મેયરની પણ છે. મુંબઈની સાયન હોસ્પિટલમાં ઘણા દિવસોથી એક નવા નર્સ કામ કરી રહ્યાં છે. આ વાત મહત્વની છે કારણ કે તેઓ મુંબઈના મેયર પણ છે. મેયર કિશોરી પેડનેકર તેમના બેગમાં હવે બીજા જરૂરી સામાનની જેમ નર્સનો યુનિફોર્મ પણ રાખે છે.
રાત્રે 8 કલાક નર્સ તરીકે સેવા આપે છે
કિશોરી પેડનેકર દિવસમાં મેયર તરીકેની જવાબદારી સંભાળે છે અને રાતે તેમણે નર્સ બનીને કોરોનાના દર્દીઓની સેવા કરવાનો નિર્ણય કર્યો છે. તેઓ જણાવે છે કે તેમણે બે-ત્રણ દિવસ પહેલા જ દક્ષિણ મુંબઈની હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપવા માટેનો આગ્રહ કર્યો હતો. મંગળવારે દિવસે જ સાયન હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો. કિશોરીએ જણાવ્યું કે રાતે તેઓ મુંબઈની નાયર હોસ્પિટલમાં આઠ કલાકની ડ્યુટી કરે છે. જે પણ હોસ્પિટલમાંથી ફોન આવશે ત્યાં તેઓ નર્સ તરીકે ડ્યુટી કરવા જશે.
લગ્ન પહેલા નર્સ રહી ચુક્યા છે
કિશોરી લગ્ન પહેલા નર્સની નોકરી કરતા. તેમના જણાવ્યા મુજબ તેમણે 1979માં થાણેમાં એમએનએમનો કોર્સ કર્યો હતો. પિતા દશરથ કાવલે મિલ વર્કર હતા અને માં ચારુશિલા ઘરનું કામ કરતી હતી. પેડનેકરના જણાવ્યા અનુસાર ચાર બહેનો અને એક ભાઈનો ખર્ચ ખૂબ વધારે હતો. આ કારણે પિતાએ અમારો આગળનો અભ્યાસ રોકી દીધો. એએનએમનો કોર્સ કર્યા બાદ જવાહર લાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ હોસ્પિટલમાં તેમણ નોકરી શરૂ કરી હતી.
CM ઉદ્ધવ ઠાકરેની અપીલ થી કોરોના સામે મેદાને ઉતાર્યા
કિશોરી જણાવે છે કે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ અપીલ કરી હતી કે જેમને મેડિકલ ફિલ્ડનું કામ આવડે છે, તેઓ મેદાનમાં આવે. કોરોના એક જંગ છે, જેમાં આપણે જીતવાનું છે. મહારાષ્ટ્રને જ્યારે આપણી જરૂરિયાત છે ત્યારે મેદાનમાં નહીં આવીએ તો ક્યારે આવીશું? મને નર્સનું કામ આવડે છે તો સીએમની અપીલ અને હોસ્પિટલોની જરૂરિયાતને જોતા હું કોઈ પણ સંજોગોમાં ઘરે રહીશ નહિ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news