માયાનગરી મુંબઈના માટુંગા વિસ્તારમાં ફરી ફરી મહિલાઓ સાથે છેડછાડ કરનાર માથાફરેલ આખરે પોલીસના હાથે ચડી ગયો. માટુંગા અને આસપાસના વિસ્તારની મહિલા અને છોકરીઓને એક માથાફરેલ વ્યક્તિ હેરાન કરતો હતો. તે કોઈપણ મહિલા કે યુવતીને પકડી જબરજસ્તી કિસ કરી ભાગી જતો હતો.
આ માથાફરેલ દાદર અને માટુંગા રેલવે સ્ટેશન વચ્ચે એક ફૂટ ઓવર બ્રિજ પરથી પસાર થનારી મહિલાઓને પોતાનો શિકાર બનાવતો અને આવતી જતી યુવતીઓને જબરજસ્તી પકડી ચુંબન કરતો હતો. આ વ્યક્તિની આ હરકત થી મહિલાઓમાં ભયનો માહોલ હતો.
એક પીડિત મહિલાએ જણાવ્યું કે કાયદાકીય કાર્યવાહી અને બદનામીના ડરથી તે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા ન માગતી હતી જેનો ફાયદો આરોપી ઉઠાવતો હતો.મામલો સામે આવ્યા બાદ પોલીસે ફૂટ ઓવર બ્રિજ પર લગાડેલા સીસીટીવી કેમેરાને તપાસ્યા તો માલૂમ પડ્યું કે આરોપી મહિલાઓને એકલી જ હોય તેને જબરદસ્તી ચુંબન કરી ભાગી જતો હતો.
મહિલાઓની સતત મળી રહેલી ફરિયાદ બાદ પોલીસે આરોપીને પકડવા માટે જાળ બિછાવવી. જોકે પોલીસના હાથે એ વખતે ચડ્યો જ્યારે તે ચોરી કરી રહ્યો હતો. એટલા માટે પોલીસે તેના પર ચોરીના આરોપ નો કેસ દાખલ કર્યો અને ગિરફ્તાર કરી લીધો. આરોપીને કોર્ટમાં થી જમાનત મળી ગઈ.
પોલીસના હાથે ચડેલા આ માથાફરેલનું નામ હબીબુર ખાન જણાવાઈ રહ્યું છે જે 32 વર્ષનો છે. આરોપી રાયપુરનો રહેવાસી છે. પોલીસને આ માથાભારે અસામાજિક તત્વને પકડવા માટે ખૂબ મહેનત કરવી પડી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.