ચુંટણી જીતવા ભાજપ ઉમેદવાર લોકોના પગે પડી વોટ માંગી રહ્યા છે- જુઓ વિડીયો

દિલ્હીની વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર માટે ઉમેદવારો પોતાનું એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આવો જ કંઈક વીડિયો સામે આવ્યો છે.

જેમાં દિલ્હીની વિકાસ પૂરી વિધાનસભા સીટ માટેના ભાજપ ઉમેદવાર સંજય સિંહ અનોખી રીતે પ્રચાર કાર્ય કર્યું હતું.

મંગળવારના રોજ બીજેપી ઉમેદવાર સંજય સિહ શિવપુરી વિસ્તારમાં વોટ માંગવા માટે પહોંચ્યા. આ દરમિયાન સંજયસિંહ મતદાતાઓ ના પગમાં પડેલા નજર આવ્યા છે.

ફેસબુકમાં એક યુઝરે વિડીયો પોસ્ટ કરતા લખ્યું છે કે ” કેજરીવાલ તને ભગવાન માફ નહિ કરે,શું હાલ કરી નાખ્યા છે ભાજપ વાળાના ”

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે એટલે કે 8 ફેબ્રુઆરીએ વોટીંગ થનાર છે. અને 6 ફેબ્રુઆરીની સાંજે ચૂંટણીપ્રચાર પૂરો થયો હતો. તેમજ તમામ પાર્ટીના ઉમેદવારો જનતા વચ્ચે પોતાના પ્રચાર માટે અનોખા પ્રકારની સાથે જઈ રહ્યા છે. કોઈ વિકાસની વાતો કરી રહ્યું છે તો કોઈ શાહીનબાગની.

વિકાસ પૂરી વિધાનસભા સીટના બીજેપી ઉમેદવાર સંજય સિંહ પોતાના વિસ્તારમાં પદયાત્રા કરી રહ્યા હતા. અને આ દરમિયાન તે વોટરનું દિલ જીતવા માટે તેમના પગે પડી જતા નજર આવી રહ્યા છે.

હવે જોવાનું એ રહેશે કે આનો કેટલો ફાયદો મળશે. આવતીકાલે એટલે કે ૮ ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થનાર છે.હવે જનતા જનાર્દન નક્કી કરશે કે દિલ્હીની કમાન આગલા પાંચ વર્ષ માટે કોના હાથમાં આપવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *