મકરસંક્રાતિમાં પવન અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો કેટલી ઝડપે ફૂંકાશે પવન

Ambalal Patel predicted the wind in Uthrayan: ઉત્તરાણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. પતંગરસિયાઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં હવામાન શાસ્ત્રી દ્વારા ઉત્તરાયણનાં દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં પવનને લઈ આગાહી કરવામાં આવી જેમાં રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારમાં પ્રતિ કલાકે 10 થી 12 કિ.મી.ની ઝડપે પવન ફુકવાની સંભવાન છે. જ્યારે વાસી ઉત્તરાયણનાં દિવસે પવનની ગતિ ઘટી 2 થી 10 કિ.મી. રહેવાના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા(Ambalal Patel predicted the wind in Uthrayan) આગાહી કરવામાં આવી રહી છે.

દિવસ દરમ્યાન પવન ફરતો રહેશેઃ અંબાલાલ પટેલ
આ બાબતે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, જાન્યુઆરી-2024 ની ઉત્તાયણનાં દિવસે કચ્છ, સુરેન્દ્રનગર, સુરત, વલસાડમાં પવનની ગતિ પ્રતિ કલાકે 16 કિમીની રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, જામનગરમાં પ્રતિ કલાકે 12 કિમી પવનની ગતિ રહેશે. તેમજ આ વખતે પવન ઈશાન બાજુ રહેવાની શક્યતાઓ છે. તેમજ દિવસ દરમ્યાન પવન ફરતો રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

અમદાવાદમાં સવાર સુધી પવનની ગતિ સામાન્ય રહેશે
હવે સામાન્ય પવનની વાત કરીએ તો વિરમગામ, કડી, મહેસાણા, સિદ્ધપુર, વડનગર, પાટણ, હારીજ, માણસા, રાધનપુર, મોરબી, હળવદમાં પ્રતિ કલાકે 7 થી 12 કિમીની ઝડપે પવન ફુકવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે દ્વારકા, ઓખામાં 20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે અમદાવાદમાં સવારે 13 કિ.મી. તો બપોરે 20 થી 23 તેમજ સાંજે 14 થી 23 કિ.મી. ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ડિસેમ્બર મહિનો હુંફાળો રહ્યા બાદ જાન્યુઆરીની શરુઆતથી જ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડી મોડી શરુ થયા બાદ હવે આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ ઉત્તરાયણના દિવસ અંગે આગાહી કરી છે, જેમાં તેઓ જણાવે છે કે, ઉત્તરાયણના દિવસે ઠંડી રહેશે, આ દિવસે ક્યાંક મધ્યમ વરસાદ, મધ્યમ પવન રહી શકે છે પરંતુ ક્યાંક પવનની ગતિ વધુ રહેશે. મકરસંક્રાંતિ પર વાદળો આવવાની પણ શક્યતાઓ રહેશે.

પવનની ગતિ અંગે વાત કરીને તેમણે જણાવ્યું કે, ઉત્તરાયણ દરમિયાન પતંગનું ઘણું મહત્વ ગુજરાતમાં જવા મળતું હોય છે. પરંતુ પવનની ગતિમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે તેવી સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તેમણે આંચકાના પવનની પણ વાત કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પવનની ગતિ ઉત્તરાયણના દિવસે 10 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે.