IPL 2025માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન નહીં હોય કેએલ રાહુલ! ટીમ માલિકે સસ્પેન્સ પર મૂક્યો પૂર્ણ વિરામ

IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)ની મેગા ઓક્શન બાદ હવે ઘણી ટીમો સામે સૌથી મોટો પડકાર ટીમનો કેપ્ટન બનાવવાનો છે. હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ,(IPL 2025) પંજાબ કિંગ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ એવી ટીમો છે જે કેપ્ટનની શોધમાં છે. માત્ર સનરાઇઝર્સ હૈદરાબાદ (પેટ કમિન્સ), ચેન્નઇ સુપર કિંગ્સ (ઋતુરાજ ગાયકવાડ) અને ગુજરાત ટાઇટન્સ (શુભમન ગિલ)ની ટીમો પાસે કેપ્ટન છે.

દિલ્હીએ KL રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો
દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલ (16.50 કરોડ), કુલદીપ યાદવ (13.25 કરોડ), ટ્રિસ્ટન સ્ટબ્સ (10 કરોડ) અને અભિષેક પોરેલ (4 કરોડ)ને રિટેન કર્યા હતા. IPL ઓક્શનમાં દિલ્હીએ KL રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. દિલ્હીની ટીમમાં કેએલ રાહુલ, ફાફ ડુ પ્લેસિસ જેવા ખેલાડીઓ છે જે કેપ્ટનના દાવેદાર ગણાય છે. અક્ષર પટેલ પણ કેપ્ટનશીપનો દાવેદાર છે. પરંતુ અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ ટીમની કેપ્ટનશીપને લઈને સસ્પેન્સ છે.

ટીમના માલિક પાર્થ જિંદાલે શું કહ્યું?
પરંતુ ટીમના માલિક પાર્થ જિંદાલે આ મુદ્દે સમગ્ર સ્થિતિ સ્પષ્ટ કરી છે. જિંદાલે કહ્યું હતું કે કેપ્ટનશિપ વિશે વાત કરવી થોડી વહેલી છે. અક્ષર પટેલ ઘણા લાંબા સમયથી ફ્રેન્ચાઇઝી સાથે છે. તે છેલ્લી સીઝનમાં વાઇસ-કેપ્ટન હતો, તેથી અમને હજુ સુધી ખબર નથી કે કેપ્ટન બીજું કોઈ હશે કે કેમ. હજુ ઘણું બધું થવાનું છે. મેં કેએલ (રાહુલ) સાથે વાત કરી હતી પરંતુ હજુ સુધી તેને મળ્યો નથી. હું તેને વ્યક્તિગત રીતે ખૂબ સારી રીતે ઓળખું છું, હું તેની પાસેથી (તેના વિચાર) સમજીશ અને કોચિંગ ગ્રુપ શું કરે છે તેના પર નિર્ભર રહેશે? આખરે અંતમાં કિરણ ( સહ-માલિક) અને હું શું કરવા માંગીએ છીએ. આ માટે ઘણો સમય છે.

મણિપુરની ટીમ માત્ર 120 પર ઓલ આઉટ
દિલ્હી ટીમના તમામ 11 ખેલાડીઓએ બોલિંગ કરી, તેમ છતા મણિપુરની ટીમ માત્ર 120 રન જ બનાવી શકી. મણિપુરની ટીમ તરફથી શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન દિગ્વેશ રાઠી દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે 8 રનમાં 2 વિકેટ ઝડપી હતી. હર્ષ ત્યાગીએ પણ 2 વિકેટ ઝડપી અને કેપ્ટન આયુષ બદોનીએ 1 વિકેટ મેળવી હતી. મણિપુરની ટીમ 41 રનમાં 6 વિકેટ ગુમાવી ચુકી હતી. રેક્સ સિંહે 23 રન અને અહેમદ શાહે 32 રન બનાવ્યા, અને આ રીતે મણિપુરની ટીમ 120 રન સુધી પહોંચવા સક્ષમ થઇ હતી.

દિલ્હીની જીત
દિલ્હી માટે બેટિંગના મેદાન પર યશ ધૂલનું મોટું યોગદાન રહ્યું. તેણે 59 અણનમ રન બનાવ્યા હતા. જેની મદદથી દિલ્હીની ટીમે 120 રનના લક્ષ્યને 9 બોલ પહેલાં પાર કરી લીધો. આ સાથે, દિલ્હી ટીમે 6 વિકેટથી મેચ જીતી, અને તેમના આદ્ભુત બેટિંગ અને બોલિંગ પ્રદર્શનથી મણિપુરને માત આપી.