KMP Expressway Accident in Haryana: ગુરુવારે સવારે ઝજ્જરમાં KMP પર ટ્રક-કારની ટક્કર થઈ હતી. જેના કારણે કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ અકસ્માતમાં ગુજરાત નંબરની કારમાં મુસાફરી કરી રહેલા 3 લોકોના મોત થયા હતા જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગેની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
સવારે સાડા પાંચ વાગ્યે અકસ્માત
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે 5.30 વાગ્યે ગામ બદલી અને બુપાનિયા વચ્ચે KMP પર બની હતી. ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ ડીએસપી અરવિંદ દહિયા અને સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી હતી.
DSP અરવિંદ દહિયાએ જણાવ્યું કે, કાર ગુજરાતના નંબર પ્લેટની છે. અકસ્માતમાં કારમાં સવાર લોકોને જ નુકસાન થયું હતું. બે ઘાયલોને સારવાર માટે બહાદુરગઢની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હજુ સુધી 3 મૃતકોની ઓળખ થઈ શકી નથી. ઘાયલોની સ્થિતિ સુધર્યા બાદ તેમની વિગતો જાણવા મળશે. ટ્રક ચાલકની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube