“સેવાનો કોઈ ધર્મ નથી હોતો” આ સૂત્રને ધ્યાનમાં લઇ, આ યુવાનો કરે છે અનોખી સેવા

કહેવાય છે કે સેવાનો કોઈ ધર્મ નથી હોતો. સેવાનું નામ પડે એટલે દરેક લોકો ભેદભાવ કર્યા વગર લોકોની સેવા કરવા માટે પોતે સહમત થાય છે. કોઈ પણ સંસ્થા હોય કે સંગઠન પરંતુ લોકોની સેવા કરવા માટે પોતે સહજ ભાવે લોકોની સેવા કરે છે. લોકો અલગ અલગ રીતે લોકોની સેવા કરે છે, જેમ કે કોઈક લોકો ભૂખ્યાને જમાડે છે, અથવાતો કોઈક લોકો ગરીબોને કપડા અથવા જરૂરિયાત સામગ્રીઓ પૂરી પડે છે.

હાલ માં ભારતની અંદર ગરીબી નું ખૂબ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ગરીબી પ્રમાણ ને ઘ્યાન રાખીને બલર સંદિપ કુમારે ગરીબ બાળકોને / અનાથ બાળકો ભોજન – જરૂરીયાત વસ્તુ મળી રહે તે માટે હુમનનીટી ગુપ ચાલુ કર્યું છે. ભારત માં દર વર્ષ ૩૦૦૦ બાળકો ભૂખ ના લીધે મરે છે. અને દરરોજ ૨૦ કરોડ લોકો સુવે છે. હાલ માં તેઓએ ૧૫૦૦ બાળકો અને અનાથ બાળકી ઓને જમાડવા નું પુરૂ પાડીયું છે. આ કાર્ય કરવામાં તેઓના પરમ મિત્ર રંગાણી ગૌરવ અને વીર બજરંગ સેવા સમિતિનો બહુ સારો સહકાર મળી રહ્યો છે.

આ યુવાનો કરે છે અનોખી સેવા

તેઓ જણાવે છે કે આ કામ કરવામાં ખૂબ આનંદ થાય છે. હું મારા ભાઈ ની ઓફિસ માં એકાઉન્ટ નું કામ કરુ છું. હવે એક નવું આયોજન કર્યું છે. જેમાં વેકેશન ખૂલતા ની સાથે શિક્ષણ કિટ નું વિતરણ કરવા જઈ રહ્યો છું.

હું અને મારા ગૂપના સભ્યોએ નિયમ લીધો છે.

ગરીબોને મદદ કરવા એક ગ્રુપ ચાલે છે જો તમે કોઇ ગરીબને મદદ કરી સેવા કરવા માંગતા હોવ તો તમારું નામ અને નંબર કોમેન્ટ માં લખો બધા સાથે મળી માનવતાનો ધર્મ નિભાવીએ ભગવાને સૃષ્ટિ પર જન્મ આપ્યો છે તો કોઈકના માટે કંઈક કરીને જવું છે.

અન્નદાન કરતા બીજુ કોઈ મોટું દાન નથી

હૂમનનીટી ગુપમાં જોડવા માટે સંપર્ક
બલર સંદિપ કુમાર
મો ૭૦૪૬૪૫૮૦૦૦

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *