Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં(Paris Olympics 2024) શૂટિંગમાં ભારત માટે વધુ એક મેડલ, આ વખતે સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં 451.4ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં સ્વપ્નિલ આ ઈવેન્ટમાં મેડલ જીતનાર ભારતનો પહેલો એથ્લેટ પણ બની ગયો છે.
આ ઓલિમ્પિકમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. આ ઈવેન્ટમાં એથલીટે પહેલા ઘૂંટણિયે પડીને, પછી સૂઈને અને પછી ઉભા થઈને શોટ બનાવવાના હોય છે, જેમાં સ્વપ્નિલ પ્રથમ બે પોઝિશનમાં થોડો પાછળ હતો, પરંતુ છેલ્લી પોઝિશનમાં તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને પોતાનો શોટ સુધાર્યો. અને ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.
સ્વપ્નિલ માટે અંહિયા સુધી પહોંચવું સરળ ન હતું
પુણેના 28 વર્ષના સ્વપ્નિલ માટે અહીં પહોંચવાનો માર્ગ સરળ ન હતો, જે એક સમયે રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે કામ કરી ચૂક્યો હતો, તેણે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની પાસેથી પ્રેરણા લીધી હતી. સ્વપ્નિલ 2012થી આંતરરાષ્ટ્રીય શૂટિંગ ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યો છે.
જો કે, તેને તેની કારકિર્દીની પ્રથમ ઓલિમ્પિક રમવા માટે 12 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. ગયા વર્ષે, હેંગઝોઉ એશિયન ગેમ્સમાં આ જ ઇવેન્ટમાં, કુસલે ઐશ્વર્યા પ્રતાપ અને અખિલ શિયોરાન સાથે મળીને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કુસલે કોલ્હાપુરમાં તેજસ્વિની સાવંતના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરે છે.
આ ઓલિમ્પિકમાં શૂટિંગમાં ભારતનો આ ત્રીજો મેડલ છે.
ગેમ્સના મહાકુંભમાં ભારતે પ્રથમ વખત એક જ રમતમાં ત્રણ મેડલ જીત્યા છે. અગાઉ, જ્યારે મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, ત્યારબાદ મનુ ભાકરે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. અત્યારે ભારતને આ ઓલિમ્પિકમાં વધુ મેડલ મળવાની આશા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App