Sexual Health: જ્યારે પણ શારીરિક સંબંધો સાથે લાગતી વળગતી વાતો જાહેરમાં કરવામાં આવે છે તો સમાજમાં તેને ખૂબ ખરાબ નજરે જોવામાં આવે છે. પરંતુ તાજેતરમાં જ એક નવા રિપોર્ટમાં આ વિશે ખુલ્લીને ચર્ચા થઈ છે. આ રિપોર્ટે દુનિયાભરના લાખો વ્યક્તિઓની સેક્સ લાઈફ (Sexual Health) પરથી પડદો ઉઠાવ્યો છે. આ રિપોર્ટ ઇન્ડિયાના યુનિવર્સીટી કિં સે ઇન્સ્ટિટયૂટના સંશોધકોએ જાહેર કર્યો છે. જેમાં વિવિધ ઉંમરના લોકોએ એક મહિનામાં એવરેજ કેટલી વખત સેક્સ કરવું જોઈએ તેના વિશે જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટના આંકડાઓ ચોકાવનારા છે અને જણાવે છે કે અત્યારની જનરેશનની ફેક્ષ લાઈફ અગાઉની પેઢીઓ કરતા ઘણી ઓછી સક્રિય છે.
આ રિપોર્ટનું હેડિંગ છે ધ સ્ટેટ ઓફ ડેટિંગ હાવ ઝેન Z ડિફાઇનિંગ સેક્સ્યુઅલીટી એન્ડ રિલેશનશિપ. આ રિપોર્ટ ફિલ્ડ નામની ડેટિંગ એપ્લિકેશન પર 3310 થી વધુ લોકોના ડેટા પર થી તૈયાર કરવામાં આવ્યો છે. આ આ સર્વેમાં ભાગ લેનારા લોકોની ઉંમર 18 થી 75 વર્ષ વચ્ચે હતી અને આ દુનિયાભરના 71 અલગ અલગ દેશોમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. તેમની પ્રાઇવેટ લાઇટ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપવા માટે તેમને સર્વેમાં જોડવામાં આવ્યા હતા.
રિપોર્ટના ડેટા અનુસાર એવરેજ જનરલ ઝેન Z માંથી ભાગ લેનાર લોકોએ જણાવ્યું હતું કે તેઓએ ગયા મહિને મહિનામાં માત્ર ત્રણ વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે મિલેનિયલ્સ અને જનરેશન એક્સ એ એના કરતાં થોડી વધારે વખત સંબંધ બનાવ્યા હતા. બુમર છે પણ છેલ્લા મહિનામાં સરેરાશ માત્ર ત્રણ વખત સંબંધ બાંધ્યા હતા. આ ડેટા જણાવે છે કે જેનજી અને બૂમર્સ લગભગ એક સરખી રીતે ઓછી સક્રિય સેક્સ લાઈફ ધરાવે છે.
આજકાલના યુવાનોનું ઓછા શારીરિક સંબંધ પાછળનું કારણ શું છે?
આ રિપોર્ટના સંશોધકોનું કહેવું છે કે નવી યુવા પેઢીના લોકો પાસે શારીરિક સંબંધ બનાવવા માટે સમય મળતો નથી કારણ કે તેઓ પોતાના કેરિયર અને અન્ય વસ્તુઓ પર વધારે ફોકસ કરે છે. રિપોર્ટ મુજબ નવયુવાનો અને બૂમર્સ બંનેની સેક્સ્યુઅલી ફ્રિક્વન્સી લગભગ એક સરખી છે. આ દર્શાવે છે કે સૌથી યુવા અને વયસ્કોની સેક્સ લાઈફ સૌથી ઓછી એક્ટિવ છે. આ સિવાય રિપોર્ટમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે લગભગ અડધા નવ યુવાનો સિંગલ હતા જ્યારે માત્ર 20% જ પરણેલા હતા.
ઝેન Z ના સેક્સ્યુઅલ અનુભવ
તેઓની સેક્સ લાઈફ ઓછી એક્ટિવ છે પરંતુ આ પેઢી બેડરૂમમાં સૌથી વધુ એડવેન્ચર્સ પણ છે. રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે 55 ટકા આ કેટેગરીના લોકોએ ફિલ્ડ એપ પર જોડાયા બાદ એક નવી કીક શોધી.
એક મહિનામાં શારીરિક સંબંધ બનાવવાની શ્રેષ્ઠ સંખ્યા કેટલી?
સંશોધકોનું માનવું છે કે શારીરિક સંબંધ બનાવવાની યોગ્ય સંખ્યા વ્યક્તિ ઓમાં અલગ અલગ હોય છે. કોઈના માટે અઠવાડિયામાં એક વખત શારીરિક સંબંધ બનાવવા એ પૂરતું થઈ રહે છે જ્યારે કોઈના માટે વધુ હોઈ શકે છે. સૌથી જરૂરતની વાત એ છે કે તમે અને પાર્ટનર બંને સંતુષ્ટ થવા જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App