ડ્રગ્સ ક્રુઝ પાર્ટી કેસમાં ફસાયેલ અભિનેત્રી અનન્યા પાંડે છે આટલા કરોડની માલકિન- ફિલ્મો માટે વસુલે છે તગડી ફી

ડ્રગ્સ કેસ: આપ સૌને જાણ હશે જ કે, NCB (Narcotics Control Bureau ) ની ટીમ દ્વારા બોલીવુડ (Bollywood) ની પ્રખ્યાત અભિનેત્રી (Famous actress) અનન્યા પાંડે…

ડ્રગ્સ કેસ: આપ સૌને જાણ હશે જ કે, NCB (Narcotics Control Bureau ) ની ટીમ દ્વારા બોલીવુડ (Bollywood) ની પ્રખ્યાત અભિનેત્રી (Famous actress) અનન્યા પાંડે (Ananya Pandey) ના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા તેમજ પૂછપરછ માટે તેને ઓફિસ બોલાવવામાં આવી હતી. શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ની ચેટમાં અનન્યા પાંડેનું નામ આવ્યું હતું.

જેથી કરીને આ કેસ અંગે અનન્યા પાંડેની પૂછપરછ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, અનન્યા ફક્ત 22 જ વર્ષની છેપણ તેણે આ ઉંમરે ખુબ લોકપ્રિયતા મેળવી લીધી છે. અનન્યાની સંપત્તિ પણ કરોડોમાં રહેલી છે. આવો અમે આપને અનન્યા સાથે જોડાયેલી ખાસ વાતો માહિતગાર કરીએ…

અનન્યા પાંડે એક પ્રખ્યાત સ્ટાર કિડ છે. અનન્યા પાંડે પ્રખ્યાત અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે. અનન્યા નાનપણથી જ લાઇમલાઇટમાં રહેલી છે. અનન્યાનો ઇન્ડસ્ટ્રીના કેટલાક સ્ટાર કિડ્સ સાથે પણ ખુબ સારો સંબંધ રહેલો છે. અનન્યા પણ લોકપ્રિય સ્ટાર કિડ્સ પૈકીની એક છે. અનન્યાના પિતા ચંકી પાંડે હજુ પણ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહેલા છે.

અનન્યા પાંડેએ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ થી ફિલ્મજગતમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અનન્યા સાથે ટાઈગર શ્રોફ તેમજ તારા સુતારિયા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને ખુબ પ્રતિસાદ મળ્યો નથી.

આની સાથોસાથ એની તેની સંપત્તિ પણ કરોડોમાં રહેલી છે. એક જાણકારી પ્રમાણે અનન્યાની કુલ સંપત્તિ લગભગ 72 કરોડ રૂપિયા રહેલી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરીએ તો અનન્યા એક ફિલ્મમાં કામ કરવા માટે 2 કરોડ રૂપિયા લે છે. અનન્યા ફક્ત ફિલ્મોથી જ નહીં પણ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે.

સાથે જ અભિનેત્રી અનન્યા પાંડેનું કારનું કલેક્શન ખુબ શાનદાર રહેલું છે. અનન્યાના ગેરેજમાં Audi A8ની કિંમત લગભગ 60 લાખની છે. કોડ BMW 6GT, રેન્જ રોવર સ્પોર્ટ્સ, મર્સિડીઝ બેન્ઝ ઇ ક્લાસ, ફોર્ડ તથા સ્કોડા માટે વપરાય છે. આ બધા જ વાહનોની કિંમત લાખોમાં રહેલી છે.

જો કે, અનન્યા પાંડેના માતા-પિતા પાસે પોતાનું આલિશાન ઘર રહેલું છે એમ તેમ છતાં અનન્યા તેના માતા-પિતાથી દૂર રહે છે. અભિનેત્રીએ પોતાને રહેવા માટે મુંબઈમાં એક આલિશાન ઘર ખરીદ્યું છે કે, જેની કિંમત પણ કરોડોમાં રહેલી છે તેમજ આ ઘરમાં બધા જ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ રહેલી છે.

સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવે છે તેમજ અનન્યા પાંડેની પણ સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઇંગ રહેલી છે. અનન્યાના ઇન્સ્ટાગ્રામ પર 20.3 મિલિયન ફોલોઅર્સ છે. ઘણી વખત અનન્યા પોતાની તેમજ પરિવારની તસવીરો શેર કરતી રહેતી હોય છે. અનન્યા બ્રાન્ડ શૂટ માટે પણ ચાર્જ લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *