આ તારીખે ગુજરાત સહિત 20 રાજ્યોમાં ત્રાટકશે ભયંકર વાવાઝોડું, જાણો અંબાલાલ પટેલે કરી આગાહી

Ambalal Patel predicted: ફરી એક વખત ભયાનક વાવાઝોડાના ત્રાટકવાની ખબરો સામે આવી રહી છે. ભારતીય હવામાન વિભાગે 16 ફેબ્રુઆરી (Ambalal Patel predicted) સુધી દેશભરના 20થી વધારે રાજ્યોમાં તોફાની પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. પાછલા 24 કલાકની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ તેમજ જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે તાપમાન શૂન્યના પારે પહોંચી ગયું છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ધુમ્મસ છવાયેલો જોવા મળી રહ્યો છે.

ફેબ્રુઆરી મહિનામાં મોટાભાગે ગુજરાતમાં શિયાળો વિદાય લેતો હોય છે. આનાથી વિપરીત અત્યારે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. થોડા દિવસ રાહત મળ્યા બાદ ઠંડીએ હાલમાં ફરી જોર પકડ્યું છે. ઠંડા પવનને લીધે રાજ્યમાં ફરી ઠંડી જોવા મળી છે.

મહિનામાં ફરી એક વખત હવામાનમાં પલટો દેખાયો છે. ડુંગરાળ વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જેના લીધે ઘણા રાજ્યોમાં ઠંડીનું વાતાવરણ છે. બિહાર રાજ્યના હવામાન વિભાગે આજે સાંજથી જ ઠંડા પવનની આગાહી કરી છે. ઠંડા પવન સાથે અનેક જિલ્લાઓમાં વરસાદની પણ આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. તેમણે વધુમાં કહ્યું કે પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ સાબરકાંઠા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી જાપટા આવી શકે છે. ગુજરાતમાં 7 ફેબ્રુઆરીથી ઠંડી વધવાની સંભાવના છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કમોસમી વરસાદના વાદળાઓ આકાશમાં દેખાઈ રહ્યા છે. તેને જોતા એવું લાગી રહ્યું છે કે આ વરસાદ ગમે ત્યારે પડી શકે છે. હાલ અંબાજી બાજુના પંથકમાં મોટાભાગે રાયડો અને ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. એટલું જ નહીં ઘઉંની ઉંબીઓ પણ પાકી ચૂકી છે. રાયડો પણ આવવા લાગ્યો છે, એવામાં આકાશમાં વાદળો જોઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવે દિલ્હીમાં જોઈએ તો દિલ્હી એનસીઆર હરિયાણા અને ચંદીગઢમાં અગાઉ વરસાદ થયો હતો. તેમજ સવારે ધુમ્મસના કારણે લગભગ 45 જેટલી ટ્રેન મોડી ચાલી હતી. પરંતુ વિમાની સેવામાં કોઈ વિક્ષેપ પડ્યો ન હતો. ચાલો જાણીએ આગામી પાંચ દિવસમાં દેશભરમાં હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગ દ્વારા આપેલી જાણકારી અનુસાર મધ્ય પાકિસ્તાનના નીચલા ભાગ અને તેની આજુબાજુના વિસ્તારમાં પશ્ચિમની ડિસ્ટર્બન્સ ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં હાલ સક્રિય છે. પશ્ચિમ રાજસ્થાન અને તેની આજુબાજુના વિસ્તારમાં વેસ્ટન ડીસ્ટર્બન્સ સક્રિય છે. તેના લીધે ઉત્તર પૂર્વીય અરબસાગરમાંથી પશ્ચિમી પવનો વાઈ રહ્યા છે. પૂર્વીય પવનોની અસરને લીધે ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના મેદાની વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના છે.