Indigo Flight News: વિચારો કે સામાનમાં થોડો એવો વજન પણ વધી જાય તો એરલાઇન કંપની તમારી પાસેથી એક્સ્ટ્રા પૈસા ચાર્જ કરે છે, જો એરલાઇનના (Indigo Flight News) વજન કાંટામાં જ ધાંધલી જોવા મળે તો તમે શું કહેશો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આવા જ એક વીડિયોને લઈને indigo એરલાઇન આજકાલ સવાલોના ઘેરામાં છે. તેને લઈને ઇન્ટરનેટ પર ખૂબ હંગામો મચી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ નાની નાની વાતો સિસ્ટમ પરથી તેમનો ભરોસો ઉઠાડી દે છે.
વ્યવસાયિક રીતે એજ્યુકેશન કન્સલ્ટન્ટ અને કન્ટેન્ટ ક્રિએટર દક્ષ શેઠી 30 જાન્યુઆરીના રોજ ચંદીગઢ એરપોર્ટથી દિલ્હી રવાના થવાના હતા, પરંતુ ચેક ઇન ના પહેલા તેમના સામાનનો વજન કરાવ્યો અને તેમનું ધ્યાન વજન કાંટા પર ગયું તો તે વિચારમાં પડી ગયા. એટલું જ નહીં લાઇનમાં ઊભા રહેલ અન્ય વ્યક્તિ અને એરલાઇનનો સ્ટાફ પણ આશ્ચર્ય પામી ગયો હતો.
ઈન્ડિગો પેસેન્જર દક્ષને કાઉન્ટર પર એક જ બેગના વજનમાં 2.3 કિલો ફરક થયો હતો. પછી શું હતું તેમણે તાત્કાલિક તેનો વિડીયો રેકોર્ડ કરી indigo ને ટેગ કરતા instagram પર પોસ્ટ કરી દીધો, હવે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે એરલાઇનમાં બેગેજ વેઇટ એલાઉન્સ હોય છે. એનો અર્થ એ થાય છે કે તમે નક્કી કરેલી વજન મર્યાદા સુધી જ સામાન લઈ જઈ શકો છો, જો તમારે વધારે સામાન લઈ જવો હોય તો તમારે તેના વધારાના પૈસા ચૂકવવા પડે છે. પરંતુ દક્ષના બેગમાં 100, 200 ગ્રામ નહીં પરંતુ પુરા 2.3 કિલોનો ફરક હતો. એવામાં તેમની સાથે ઠગાઈ થઈ હોય એવું લાગ્યું અને indigo ને તેની ફરિયાદ કરી, જેનો જવાબ પણ આવ્યો છે.
શું કહ્યું કંપનીએ?
કંપનીએ પોતાના જવાબમાં કહ્યું કે અમે તમને જણાવવા માંગીએ છીએ કે વજન કાંટા ને કાયમ એરપોર્ટ ઓપરેટર દ્વારા કેલિબ્રેટ કરવામાં આવે છે. તેની સાથે જ ભરોસો અપાવ્યો કે તેમણે દક્ષના ફીડબેકને આગળ વધાર્યો છે. જોકે કંપનીના જવાબથી લોકો ખુશ નથી.
View this post on Instagram
દક્ષની પોસ્ટ પર ઘણા લોકોએ કમેન્ટ કરી છે. એક વ્યક્તિએ લખ્યું કે બોલો હું હમણાં જ હજુ 2 કિલો એક્સ્ટ્રા સામાનના પૈસા દઈને આવી છું, મારી સાથે પણ આવું જ થયું લાગે છે. બીજા વ્યક્તિએ કહ્યું કે આ મારી સાથે પણ બની ચૂક્યું છે, પરંતુ ભાઈ તમે આ મુદ્દો ઉઠાવી બિલકુલ સાચું કરી રહ્યા છો. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે સારું કર્યું ભાઈ આનો વિડીયો બનાવી લીધો, નહીં તો આ લોકો તમને જુઠ્ઠા સાબિત કરી દે તે. આનાથી એ સાફ થઈ ગયું છે કે મોટો સ્કેમ ચાલી રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App